કારા : ટંકારાના સાવડી ગ્રામ પંચાયતના સદસ્ય જગદીશ દુબરીયાએ જયનગર ગામમાં કન્ટેન્મેન્ટ ઝોનની ગાયોને બચાવવા બાબતે કલેક્ટર જે. બી. પટેલને લેખિત રજૂઆત કરેલ છે.
આ લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે ટંકારાના જયનગર ગામે કન્ટેનમેન્ટ ઝોનમાં રાખેલા 57 લોકોની દયનીય હાલત છે. કોરોના પોઝીટીવ આવેલા ભાવેશ ધરમશી ભાગીયાની તબિયત બિલકુલ સારી હોવાનાં સમાચાર છે. સ્થાનિકોના દરરોજ લેવાયેલ ટેમ્પરેચર રિપોર્ટ પણ સામાન્ય આવેલ છે. તેમજ તેનાં પરિવારનાં 5 સભ્યોનો રિપોર્ટ પણ નેગેટિવ આવેલા છે તેમ છતાં 11 જેટલા પરિવારોને બિનજરૂરી ગોંધી રાખેલ છે. 42 જેટલી ગાયો તથા માલધારી પરિવારોનાં ઘેટાં-બકરાઓને ચરાવવાં જવાની મનાઈ હોઈ, તેથી અબોલ જીવો ભૂખે મરી રહેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide