(રિપોર્ટ: પ્રતીક આચાર્ય) ટંકારા: ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે નદીમાં ન્હાવા પડેલો યુવક ડૂબી જતા યુવકનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે જાણ થતા ટંકારા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
આજે તા. 4ના રોજ ટંકારાના લખધીરગઢ ગામે આવેલ નદીમાં ગણેશ મધુસુદન બાવરી નામનો 19 વર્ષનો યુવક ન્હાવા પડ્યો હતો. તે વખતે યુવકને તરતા ન આવડતા યુવક ડૂબી ગયો હતો. તેને બચાવવા માટે તરવૈયાઓ દ્વારા કામગીરી કામગીરી કરવામાં આવી હતી. પરંતુ તરવૈયાઓને તેનો મૃતદેહ હાથ લાગ્યો હતો. ઉલ્લેખનીય છે કે મૃતક ટંકારાની ફેક્ટરીમાં મજુર તરીકે કામ કરતો હતો. અને તે રાજસ્થાનનો વતની હતો. અને હાલમાં લખધીરગઢના વાડી વિસ્તારમાં રહેતો હતો.
બનાવ ની જાણ થતાં ટંકારા પોલીસ ના બિટ જમાદાર ફિરોઝભાઈ પઠાણ કોન્સ્ટેબલ રમેશભાઈ અને મહેશભાઈ દોડી ગયા હતા અને સ્થાનિક તરવૈયા ની મદદ થી લાશ બહાર કાઢી હતી
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide