સાવડી ગામે ગોસરા પરિવારે સમાજને નવો રાહ ચીંધ્યો
ટંકારા : ટંકારા તાલુકાના સાવડી ગામે દિવંગત માતાની ઉત્તરક્રિયામાં તેમના પરિવારે વૃદ્ધાશ્રમના વૃદ્ધોને ભાવપૂર્ણ ભોજન કરાવીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું.ગોસરા પરિવારે દિવંગત માતાની ઉતરક્રિયા આ પરોપકારી કાર્ય કરીને સમાજને નવો રાહ ચીંધ્યો હતો.
ટંકારા તાલુકાના ગામ સાવડી ગામે રહેતા મીઠાભાઈ વશરામભાઈ ગોસરા,મુળજીભાઈ વશરામભાઈ ગોસરા,ઓધવજીભાઈ વશરામભાઈ ગોસરા,વાલજીભાઈ વશરામભાઈ ગોસર ,શિવલાલભાઈ વશરામભાઈ ગોસરાના માતા નાનુંબેન વશરામભાઈ ગોસરાનું થોડા દિવસો પહેલા અવસાન થયું હતું.ત્યારે દિવંગત માતાની ઉત્તરકિયામાં ગોસરા પરિવારે નવતર ચીલો ચાતર્યો હતો.જેમાં માતાનીઉત્તરક્રિયાના દિવસે કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ વૃદ્ધાશ્રમના વડીલોને ભોજન કરાવી શ્રદ્ધાંજલિ આપી હતી.ગઈકાલે તેમના દિવંગત માતાની ઉત્તરક્રિયા હતી જેમાં આ વૃદ્ધાશ્રમના 35 વૃદ્ધોને ગોસરા પરિવારે સાવડી ગામે ટ્રાવેલ્સમાં લઇ આવ્યા હતા અને તમામ વૃદ્ધોને ભાવપૂર્ણ ભોજન કરાવીને તેમના આશિર્વાદ મેળવ્યા હતા બાદમાં ટ્રાવેલ્સમાં વૃદ્ધોને પરત સંસ્થામાં મુકવાની વ્યવસ્થા કરી હતી.દિવંગત માતાની ઉત્તરક્રિયામાં આ પરોપકારી કાર્ય કરીને તેમના પરિવારે સમાજને નવો રાહ ચીંધ્યો હતો.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide