ટંકારા – લતિપર હાઇવે ઉપર હિટ એન્ડ રન : સ્વીફ્ટ કાર ચાલકે વૃદ્ધનો ભોગ લીધો

0
539
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

ટંકારા : હાલ ટંકારા લતિપર હાઇવે ઉપર ગઈકાલે ઓટળા નજીક બજાજ 80 મોટર સાયકલ લઈને જઈ રહેલા ટીમ્બડી ગામના વૃદ્ધને સ્વીફ્ટ કારના ચાલકે પાછળથી ઠોકર મારી અકસ્માત સર્જી નાસી છૂટતા વૃદ્ધનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજતા હિટ એન્ડ રનની આ ઘટનામાં મૃતકના પુત્રની ફરિયાદને આધારે ટંકારા પોલીસ મથકમાં ગુન્હો દાખલ થયો છે.

હિટ એન્ડ રનના આ બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં જોડિયા તાલુકાના ટીમ્બડી ગામે રહેતા ઉપેન્દ્રસિંહ સવુભા જાડેજાએ સ્વીફ્ટ કાર નંબર GJ-23- H- 2687ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ ઉપેન્દ્રસિંહના પિતાજી પોતાનું બજાજ 80 રજીસ્ટર નંબર GJ- 03- HH- 0520 લઈને જતા હતા ત્યારે ઓટાળા નજીક સત્યાર્થ પોલીપેકના કારખાનાની સામે સ્વીફટ કાર નંબર GJ-23- H-2687ના ચાલકે બે ફિકરાઈથી પુર ઝડપે કાર ચલાવી સવુભા હઠુભા જાડેજા ઉવ.58ના મોટર સાયકલને પાછળથી ઠોકર મારતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/