ટંકારા: ગુમશુદા બાળકને શોધી પરિવારને સોંપતી ટંકારા પોલીસ

0
112
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

ટંકારા : ટંકારામાં એક બાળક લાપત્તા થઈ ગયેલ હતો. આ બાળકને ટંકારા પોલીસે શોધી કાઢી પરિવારને સોંપી ઉમદા કામગીરી કરી હતી.

ટંકારામાં ઉગમણા નાકા વિસ્તારમાં રહેતા જગદીશ કરશનભાઇ જાદવનો પુત્ર કાંતિલાલ ઉર્ફે કાનો (ઉ.વ. 10) શનિવારે બપોરે બે વાગ્યાના સુમારે ઘરેથી નિકળી ગયો હતો. બાદમા પરીવારના સભ્યોએ તપાસ કરી હતી. પરંતુ બાળક ના મળતા પરિવારે મહિલા ફોજદાર એલ. બી. બગડાને મળી વાત કરી હતી. જેના અનુસંધાને ટંકારા પોલીસે ચાર જુદી-જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. ત્યારે ટંકારાના જી.આર.ડી.ના જવાન તોફિક બુકેરા અને રવિ પરમારની નજર બાંકડા નીચે સુતેલા બાળક ઉપર પડતા ગુમ થયેલ બાળક હેમખેમ મળી આવ્યો હતો. બાદમાં ટંકારા નાઈટ પેટ્રોલીંગ માટે આવેલા ડિ.વાઈ.એસ.પી. રાધિકાબેન ભારાઈ તથા સ્ટાફે બાળકને તેના પરિવારને સોંપ્યો હતો. જેથી, માતા-પિતાએ પોલીસ અને જવાનોનો આભાર વ્યક્ત કરેલ હતો.

રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/