એક શખ્સે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ
ટંકારા : હાલ ટંકારામાં અગાઉ લીધેલા નાણાં પરત ચૂકવી દીધા હોવા છતાં ઉઘરાણી કરી યુવાનને છરી બતાવી બાઇકમાં બેસાડીને લઈ જઈને એક શખ્સે માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને આરોપી સામે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ મારામારીના બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી કૈલાશભાઇ સવજીભાઇ ભાગીયા (ઉ.વ.૩૧, ધંધો-ખેતીકામ, રહે.ગામ મીતાણા પ્રભુનગર, ટંકારા)એ આરોપી જયદિપભાઇ બાબુભાઇ બસીયા (રહે.મીતાણા પ્રભુનગર, ટંકારા) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીએ આરોપી પાસેથી રૂપીયા-૧,૫૦,૦૦૦ લીધેલ હોય જે પૈસા પાછા આપી દિધા હોવા છતા ગઈકાલે તા.6 ના રોજ આરોપીએ ફરીયાદી પાસે પૈસાની માંગણી કરી ફરીયાદીને તેનાજ બાઈકમા બેસાડી સાવડી ગામની સીમમા લઇ જઇ છરી બતાવી તેમજ બાવળના ધોકાથી બન્ને હાથમા તથા પગમા તથા શરીરે મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ટંકારા પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide