ટંકારા: હાલ ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લાના ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાની સુચના અને સાંસદ મોહન કુંડારિયાના માર્ગદર્શન મુજબ ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા દ્વારા આજરોજ ટંકારા તાલુકા ભાજપ કિસાન મોરચાના હોદદારોના નામની જાહેરાત કરવામાં આવી છે.
ટંકારા તાલુકા ભાજપ કિસાન મોરચાના નવા વરાયેલા પદાધિકારીઓની વાત કરીએ તો કિસાન મોરચાના પ્રમુખ તરીકે નાનજીભાઈ દેત્રોજા, મહામંત્રી તરીકે ખોડીદાસ દેવડા અને રસિકભાઈ દુબરીયા, ઉપપ્રમુખ તરીકે જયપાલસિંહ ગાંડુભા અને પ્રવીણભાઈ ઠક્કર, મંત્રી તરીકે પ્રાગજીભાઈ મોરારજીભાઈ, સુરેશભાઈ ભાડજા, પરેશભાઈ ઉંઝરિયા અને જયંતીભાઈ સિણોજીયા જ્યારે કોષાધ્યક્ષ તરીકે રાયધનભાઈ સોઢીયાની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત કારોબારી સભ્ય તરીકે જયેન્દ્રસિંહ સતુભા, કરણાભાઈ ભરવાડ, પરેશભાઈ ઢેઢી, દિલીપભાઈ ઘોડાસરા, મીઠાભાઇ ગોમટા, શક્તિવનભાઈ છગનભાઈ, બટુકસિંહ ઝાલા, જયંતીભાઈ ભીમાણી, હિતેશભાઇ નમેરા, હસમુખભાઈ નમેરા, અનિલભાઈ કુંઢીયા અને પ્રદીપભાઈ બરાસરાની નિમણૂક કરવામાં આવી છે. તમામ નવા વરાયેલા પદાધિકારીઓને શુભેચ્છાઓ મળી રહી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide