ટંકારા : તાજેતરના રાજકીય ક્ષેત્રે વર્ષો સુધી પ્રજાલક્ષી પ્રશ્નોને સાંભળી નિરાકરણ લાવનાર જમીની નેતા તરીકે ખ્યાતનામ ટંકારા તાલુકા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખ શિવલાલભાઈ ઘોડાસરાનું અવસાન પંથકમાં શોકની લાગણી ફેલાય ગઈ છે. અનેક હસ્તીઓએ પણ શોક વ્યક્ત કર્યો છે. તેમના પુત્ર જીલ્લા ભાજપના ઉપપ્રમુખ અને જુનાગઢ અને દ્વારકામાં આંબા ભગતની જગ્યાના પ્રમુખ હરેશભાઈએ જણાવ્યું છે કે સ્વ. શિવલાલભાઈ નાદુરસ્ત તબિયતને લીધે હાલમાં માદરે વતન દેવળીયામાં રહેતા જ હતા. જ્યાં આજે વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
સ્વ. શિવલાલભાઈના પુત્ર હરેશભાઇએ જણાવ્યા અનુસાર ટંકારા તાલુકાના દેવળીયા ગામ નિવાસી શિવલાલભાઈ વાલજીભાઈ ઘોડાસરા (ઉ.વ. 71)નું અવસાન આજે થયેલ છે. તેઓ ટંકારા તાલુકા પંચાયતના માજી પ્રમુખ તરીકે દશકા સુધી કોંગ્રેસના સંગઠનની મુખ્ય જવાબદારી નિભાવી હતી. વંચિત ખેડુતો અને તાલુકાની પ્રજાના પ્રશ્ર્નોને લઈને હંમેશા અવાજ ઉઠાવ્યો છે. અને તેમણે માત્ર ભણતર નહીં પરંતુ કોઠાસુઝથી નાના ગામડા વતની થઈને પણ ટંકારા ઉપરાંત ગુજરાતના રાજકારણમાં કાયમી નામ ગુંજતું કર્યુ હતું.
સ્વ. શિવલાલભાઈ છેલ્લા ઘણા સમયથી વયમર્યાદાને કારણે જન્મભુમી દેવળીયા ખાતે હરિભજન અને સેવાકાર્યો કરી રહ્યા હતા. લોકલાડીલા અને હસમુખ સ્વભાવના બાપાએ ફાની દુનિયાને અલવિદા કહી હતી. તેમના મૃત્યુના સમાચારથી ટંકારા પંથકના લોકો ઉપરાંત રાજકીય-સામાજિક સંગઠનોએ શોક વ્યક્ત કર્યો છે. સદગતનું બેસણું તા. 22 જાન્યુઆરીએ બપોરે 2થી 5 વાગ્યા સુધી દેવળીયા મુકામે તેમના નિવાસસ્થાને રાખેલ છે. ટેલીફોનિક બેસણું મો.નં. 97253 14182 પર રાખવામાં આવેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide