ટંકારા તાલુકાના વાધગઢ ગામે બન્યો રાજ્યનો પહેલો અનોખો ભારત રત્ન પાર્ક

0
131
/

ટંકારા: ગામે – ગામ બગીચા ઔષધાલય અને લાયબ્રેરી હોય છે પરંતુ મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નાના એવા સમૃધ્ધ અને જાગૃત ગામના ગ્રામજનો દ્વારા સમગ્ર રાજ્યમાં જ નહીં બલ્કે સમગ્ર દેશમાં પ્રથમ કહી શકાય તેવો ભારત રત્ન પાર્ક નિર્માણ કર્યો છે જેમાં દેશના વીર શહીદો અને મહાન ક્રાંતિકારી મહાપુરુષોની વિશાળ કદની તક્તીઓ મુકવાની સાથે ઐતિહાસિક ત્વરિકો અને માહિતી પણ રજૂ કરવામાં આવી છે.

ટંકારા તાલુકાના વાઘગઢ પ્રાથમિક શાળાના પટાંગણમાં ભારતરત્ન પાર્કનો અનાવરણ કાર્યક્રમની સાથે સાથે આયુર્વેદિક ઔષધાલય ની શરૂઆત કરવામાં આવેલ સરકારની કોરોના અંગેની ગાઈડલાઈનના સંપૂર્ણ પાલન સાથે યોજાયેલ આ અનોખા પરકન અનાવરણ અને લોકાર્પણનો મુખ્ય ઉદેશ્ય પ્રાથમિક શાળાના બાળકો આપણા મહાપુરુષો અને વીર શહીદોને ઓળખે અને તેમાં રાષ્ટ્રમાટે કરેલ ઉત્તમ કાર્યોમાંથી પ્રેરણા લઈ ઉત્તમ દેશભક્ત બને તેવા ઉમદા વિચારોથી આ પાર્કનું નિમાર્ણ કરવામાં આવેલ છે. નવી પેઢીના બાળકો ખુમારી સાથે રાષ્ટ્રપ્રેમ અને આપણા દેશ પ્રત્યેની ફરજોથી સભાન બને તેવા ઉમદા હેતુ સાથે ગ્રામજનો દ્વારા આ પાર્કનું નિર્માણ કરાયું છે.

 

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/