ટંકારામા 26 કલાક મા 14 ઇંચ : 8 લોકો નુ રેસ્ક્યુ

0
112
/

[રિપોર્ટ: પ્રતીક આચાર્ય] ટંકારા:  મળતી માહિતી મુજબ રવિવારની સાંજે ચાલુ થયેલા વરસાદ બાદ રાત્રીના ૮ થી ૧૦ વાગ્યા દરમિયાન બે કલાકમાં ૮ ઇંચ વરસાદ ખાબકતા ટંકારા પંથકમાં સર્વત્ર પાણી પાણી ફરી વળ્યા હતા

નીચાણવાળા વિસ્તારમાં ઘર અને દુકાનોમાં પાણી ઘુસી જતા માલસામાન ને ઘણી બધી નુકસાની થવા પામી હતી ઉપરવાસમાં પણ ભારે વરસાદના કારણે ડેમી નદી ગાંડી તુર જોવા મળી હતી રાત્રિના વરસાદ વિરામ બાદ ફરી સોમવારની વહેલી સવારે 6 થી 8 વાગા દરમિયાન વધુ ૩ ઇંચ વરસાદ નોંધાયો હતો જેનાથી ટંકારાના નીચાણવાળા વિસ્તારમાં સમગ્ર પાણી પાણી ફરી વળ્યા હતા તેમજ ઘણા બધા ઝૂપડા તણાયા તેમજ નાના માણસો ને રેસ્કયુ કરી સૈફ અને સુરક્ષિત જગ્યા પર સ્થળાંતર કરવામાં તંત્ર કામે લાગ્યું હતું સમગ્ર વરસાદી માહોલ સતત બે દિવસ ત્યાં રહેતા ટંકારાની બજારમાં બે દિવસથી કરફ્યુનો માહોલ સર્જાયો હતો જીવન જરૂરિયાતની વસ્તુઓ સિવાય તમામ જગજીવન થંભી થઈ ગયું હોય તેવું વાતાવરણ જોવા મળે છે તમામ દુકાનો બંધ રહેતા બજાર સૂમસામ જોવા મળી હતી છેલ્લી 26 કલાકમાં ટંકારા તાલુકામાં સર્વત્ર 14 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
ટંકારા પોલીસ સ્ટાફ તેમજ મામલતદાર સ્ટાફ રેસ્ક્યુટિમ સાથે રઇ ને લોકો ને પાણી માથી બહાર કાઢી સાલામત વિસ્તાર માં સ્થળાંતર કરવામાં આવ્યા હતા

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/