ટંકારા : ટંકારા ખાતે આજરોજ સરકારના ટેકાના ભાવે ચણા, તુવેર અને રાઈની ખરીદી સેન્ટરનો પ્રારંભ સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયાએ કરાવ્યો હતો.
આ ઉદ્ઘાટન પ્રસંગમાં ગુજકોમાસોલના ડિરેક્ટર,
ક્રુભકોના ડિરેક્ટર તથા રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા,તાલુકા ભાજપ અગ્રણી પ્રભુભાઈ કામરીયા,માજી ધારાસભ્ય બાવનજીભાઇ મેતલિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.તથા મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
ચાલુ વર્ષે ચણાનો ટેકાનો ભાવ એક મણના રૂપિયા 1046 તથા એક ખેડૂત પાસેથી મહતમ 125 મણ ચણાની ખરીદી કરવામાં આવશે.ખરીદ કેન્દ્રનું સંચાલન ટંકારા સેવા સહકારી મંડળી લિમિટેડ તરફથી કરવામાં આવે છે. તેમ મંડળીના સેક્રેટરી જીતુભાઈ ખોખાણી દ્વારા જણાવાયુ હતું.ખરીદ કેન્દ્રની જગ્યા અજંતા જિનિંગ ફેક્ટરી લતીપર રોડ બાલાજી વેબ્રિજની બાજુમાં છે. ખેડૂતોને તેમના રજીસ્ટ્રેશન ક્રમ મુજબ મેસેજ મોકલવામા આવશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide