ત્રણ શખ્સોએ હુમલો કર્યાની ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ
ટંકારા : તાજેતરમા ટંકારામાં કપાસની મજૂરીના પૈસા ચૂકવવા મામલે ડખ્ખો થયા બાદ ત્રણ શખ્સોએ ગઈકાલે મજૂરો ઉપર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં એક મજુરે ત્રણ શખ્સો સામે હુમલો કર્યાની ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આથી, ટંકારા પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશને નોંધાયેલી ફરિયાદ મુજબ ટંકારાના દેવીપુજકવાસમાં રહેતા ફરિયાદી કરણભાઇ જીણાભાઇ વિકાણી સહિતના મજૂરોને આરોપીઓ હિતેશભાઇ દુબરીયા, રવિભાઇ દુબરીયા, દિગ્વીજયસિંહ ઉર્ફે દિગુભા પાસેથી કપાસની મજૂરીના પૈસા લેવાના બાકી હતા. આથી, મજૂરોએ એના બદલામાં કપાસ લીધો હતો. જેનો ખાર રાખીને આરોપીઓએ ફરીયાદી તથા સાહેદને લાકડી વડે તેમજ ઢીકા પાટુ મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ટંકારા પોલીસે આ બનાવમાં મજૂરની ફરિયાદ પરથી ત્રણ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide