ટંકારામાં નવા નાકા પાસે નાલુ મંજૂર નહિ કરાતા લોકોમાં આક્રોશ

0
143
/

[પ્રતીક આચાર્ય] ટંકારા : તાજેતરમા રાજકોટ મોરબી હાઇવે રોડ ફોરલેન બનાવવાની કામગીરી ચાલુ છે. ટંકારામાં લતીપર ચોકડીએ ઓવર બ્રિજ બની રહેલ છે ઓવર બ્રિજ નો ઢાળ મોરબી તરફ નગર નાકા સુધી આવશે.

ટંકારામાં જુનું ગામ પૂર્વ તરફ તથા નવો સોસાયટી વિસ્તાર પશ્ચિમ તરફ છે, વચ્ચેથી હાઈવે રોડ પસાર થાય છે. પશ્ચિમ તરફ સોસાયટી વિસ્તારમાં અનેક સોસાયટીઓ આવેલ છે .આશરે પાંચ હજાર લોકો આ વિસ્તારમાં રહે છે. આ વિસ્તારના લોકોને તથા ગામના લોકોને અવર-જવર માટે સરળતા રહે તે માટે જીવાપર શેરીમાં નવું નાકુ વર્ષો અગાઉ બનાવવામાં આવેલ . ત્યાંથી લોકો ગામમાંથી સોસાયટીમાં તથા સોસાયટીમાંથી ગામમાં અવરજવર કરે છે. ઓવર બ્રીજ ના ઢોળાવ ના કારણે અવરજવર માટેનો હાઇવે ક્રોસ રોડ બંધ થયેલ છે. પરિણામે લોકોને ફરીને નગર નાકા અથવા લતીપર ચોકડીએ થઈને એકાદ કિલોમીટર ફરીને જવું પડશે. પરિણામે લોકોને ભારે મુશ્કેલી ભોગવવી પડશે. તેમાં મહિલાઓ તથા શાળામાં અભ્યાસ કરતા બાળકોને ભારે હેરાન ગતિ થશે.

ટંકારા ગ્રામ પંચાયત ના સરપંચ શ્રીમતી નિશાબેન ત્રિવેદી,તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી મધુબેન અશોકભાઈ સંઘાણી તથા કારોબારી અધ્યક્ષ ભુપતભાઈ ગોધાણી, માજી સરપંચ ધર્મેન્દ્ર ભાઈ ત્રિવેદી, ટંકારા ગ્રામ પંચાયત ,તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યો, ગામના આગેવાનો દ્વારા નવા નાકે નાલું મંજુર કરવા ધારાસભ્યશ્રી, સંસદસભ્યશ્રી, સત્તાવાળાઓને રજૂઆત કરાયયેલ. પરંતુ નાલું મંજૂર કરાયેલ નથી.

રાજકોટ મોરબી હાઈવે રોડ ઉપર લજાઈ તથા વીરપુર પાસે નાલા મંજૂર કરાવેલ છે. ત્યાં કામ પૂરી થવાની આરે છે.
રાજકોટ- મોરબી હાઇવે રોડ ઉપર ટંકારા ના નવા નાકા પાસે માણસો તેમજ મોટરસાયકલ ચાલી શકે તેવું નાનું નાલું મુકવાની લોકોની બુલંદ માંગ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/