ટંકારા : ટંકારામાં નવું બસ સ્ટેન્ડ બનાવવાની માંગણીઓ બુલંદ બની હતી. જેમાં ટંકારામાં નવા બસ સ્ટેન્ડની સુવિધા આપવા માટે સાંસદ મોહનભાઇ કુંડારિયા તેમજ મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારાએ સરકારમાં રજુઆત કરી હતી. જેથી, સતાવાર મંજૂરી મળી જતા હવે ટંકારામાં નવા બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી ટુક સમયમાં હાથ ધરાશે.
ટંકારા મુકામે નવા બસ સ્ટેન્ડની સુવિધા આપવા માટે સાંસદ મોહનભાઇ કુંડારિયા તેમજ મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા દ્વારા સરકારમાં રજુઆત કરવામાં આવી હતી. જેના ફળ સ્વરૂપે સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2019-20 માં ફાળવેલ બજેટેડ કામોમાં ટંકારા મુકામે નવીન બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરીનો સમાવેશ કરી આ કામગીરી માટે એજન્સી ફાઇનલ થયેલ હોય એજન્સીને કાર્ય હુકમ આપવામાં આવ્યો છે. જેથી, ટૂંક સમયમાં ટંકારામાં મુસાફરલક્ષી સુવિધાઓ સહિત નવીન બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide