ટંકારા: હાલટંકારામાં પટેલ સમાજ એસો, નક્ષત્ર મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ મોરબી દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ ખાતે આજે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જે કેમ્પનું ઉદઘાટન આચાર્ય રામદેવજી દ્વારા દીપ પ્રગટાવી કરવામાં આવ્યું હતું નિદાન કેમ્પમાં ડો. મહેન્દ્ર ફેફર, ડો. બિરેન પાંડે, ડો. અલ્પેશ ફેફર, ડો. ભૂમિ પટેલ, ડો. બિન્દ્રા ફેફર, ડો. આકાશ સંપટ, ડો. ભાવેશ શેરસીયા સહિતના ડોકટરોએ સેવા આપી હતી અને કેમ્પનો ૩૦૦ દર્દીઓએ લાભ લીધો હતો
આ નિદાન કેમ્પમાં પટેલ સમાજ એસોસિયેશનના આગેવાનો તથા કાર્યકરો સંજયભાઈ ભાગિયા, રસિકભાઈ દલસાણીયા, નાનજીભાઈ મે, હસમુખભાઈ દુબરિયા નિલેશભાઈ પટણી, અશોકભાઈ ચાવડા, માજી સરપંચ કાનાભાઈ ત્રિવેદી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide