ટંકારામાં બારીનો કાચ પેટમાં ઘુસાડી સિક્યોરિટી ગાર્ડનો આપઘાત

0
60
/
પ્રાથમિક તપાસમાં વતન જવા માટે ચિંતામાં રહેતા હોવાનું કારણ ખુલ્યું

ટંકારા : ટંકારાના ખિજડીયા રોડ ઉપર આવેલ ફેક્ટરીના સિક્યોરિટી ગાર્ડએ બારીના કાચથી પેટમા ઈજા કરી આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું. બે દિવસથી વતનમા જવુ-જવું કરતા હોય. જે બાબતને લઈને પોતાની જાતે જીવન દોરી ખેચી લીધી હતી. ઘાયલ થયેલા પ્રરપાંતિને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા મોરબી ખસેડયા હતા. પણ સારવાર મળે એ પહેલાં તેનું મોત નીપજ્યું હતું. ટંકારા પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારાના ખિજડીયા રોડ ઉપર આવેલ રોયલ મેટલ ફેક્ટરીમા સ્કાય સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા મુળ મધ્યપ્રદેશના હિરાલાલ વર્મા (ઉમર અંદાજે 35 વર્ષ) આજે બપોર પહેલા ઓરડીની બારીનો કાચ તોડી પેટના ભાગે જાતે ઈજા કરી હતી અને તાત્કાલિક 108ને ફોન કરી સારવાર અર્થે મોરબી સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા ત્યારે સારવાર મળે એ પહેલા તેનું મૃત્યુ નીપજ્યું હતું

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/