ટંકારાના હરિપર ગામે બેદરકારીથી રિવર્સમાં લેતા ટ્રેકટર ચાલકની હડફેટે પાંચ વર્ષના બાળકનું મૃત્યુ

0
114
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

ટંકારા : હાલ ટંકારા તાલુકાના હરિપર ભૂતકોટડા ગામે રિવર્સમાં આવતા ટ્રેકટર હડફેટે સાયકલ ચલાવતો બાળક આવી જતા પાંચ વર્ષના બાળકનું મૃત્યુ નિપજતા ટ્રેકટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના હરિપર ભૂતકોટડા ગામે રહેતા ધર્મેન્દ્રભાઈ જાદવજીભાઈ ઢેઢીનો પુત્ર કવન ઉ.5 સાયકલ ચલાવતો હતો ત્યારે ટ્રેકટર ચાલક પરબતભાઈ ઓધવજીભાઈ ભાગીયાએ પોતાનું ટ્રોલી સહિતનું ટ્રેકટર રિવર્સમાં લેતી વખતે કવનને સાયકલ સહિત હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા બાળકનું મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતની આ ઘટના અંગે ટંકારા પોલીસે ધર્મેન્દ્રભાઈની ફરિયાદને આધારે આરોપી પરબતભાઈ ઓધવજીભાઈ ભાગીયા વિરુદ્ધ આઈપીસી કલમ ૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી.એકટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/