ટંકારાની બાલકૃષ્ણલાલજીની હવેલીમાં વૈષ્ણવોએ ફૂલોના હિંડોળાની ઝાંખીનો લાભ લઈ ધન્યતા અનુભવી

0
54
/

અધિકમાસ નિમિત્તે રાવલ પરિવાર દ્વારા હિંડોળા મનોરથ રાખવામાં આવ્યો હતો

[રિપોર્ટ: પ્રતીક આચાર્ય ] ટંકારા : તાજેતરમા પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે. વૈષ્ણવ સંપ્રદાયની હવેલીઓમાં અધિક માસમાં આખા વર્ષ દરમિયાન આવતા વિવિધ ઉત્સવોની ઝાંખી કરાવવામાં આવે છે. ત્યારે ટંકારાની બાલકૃષ્ણલાલજીની હવેલીમાં વૈષ્ણવોએ ફૂલોના હિંડોળાની ઝાંખીનો લાભ લીધો હતો.
ટંકારામાં દેરીનાકા રોડ પર આવેલી બાલકૃષ્ણલાલજીની હવેલી ખાતે અધિક માસ નિમિત્તે નિત્ય વિવિધ મનોરથોની ઝાંખી વૈષ્ણવોને કરાવવામાં આવી રહી છે. ભગવાન શ્રીકૃષ્ણની અનેક લીલાઓ મુજબ ઠાકોરજીના શૃંગાર અને હવેલીમાં સજાવટ કરવામાં આવે છે. હવેલીમાં ફૂલ-ફળ-પાનબીડાના હિંડોળા, ફુલડોલ (ધુળેટી), ગૌચર લીલા, રથયાત્રા, ફૂલોથી શોભિત બંગલા સહિતના દરરોજના જુદા-જુદા દર્શનનો લાભ વૈષ્ણવોને મળે છે. આ દર્શન પ્રાચીન સંસ્કૃતિ મુજબ કિર્તન સાથે કરાવવામાં આવે છે.
ટંકારાના રહીશ ભાયશંકર જેઠાલાલ રાવલ પરીવાર દ્વારા અધિક માસ નિમિત્તે બાલકૃષ્ણલાલજીની હવેલી ખાતે હિંડોળા મનોરથ રાખવામાં આવ્યો હતો. જેમાં બગીચામાં ઠાકોરજીના હિંડોળાની સજાવટ રંગબેરંગી ફૂલોથી કરવામાં આવી હતી. જેની ઝાંખીનો લાભ વૈષ્ણવોએ લીધો હતો. ઉલ્લેખનીય છે કે હવેલીના મુખ્યાજી રમેશભાઈ ત્રિવેદીના પરીવાર દ્વારા હવેલીમાં સવારે મંગળા આરતી, પલના, શૃંગાર, રાજભોગ તથા સાંજે આરતી અને શયનના દર્શન પણ કરવામાં આવે છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/