-
મોરબીની નિર્મલ વિદ્યાલય અને સર્વોપરી સ્કૂલમાં એક- એક વિદ્યાર્થી આવ્યા પોઝિટિવ
-
મોરબીમાં 13 અને ટંકારામાં 1 દર્દી રિકવર થયા
મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના નવા 34 કેસ નોંધાયા છે. જેમાં મોરબી શહેરમાં 23 અને મોરબી ગ્રામ્યમાં 9 કેસ નોંધાયા છે. સાથે આજે જિલ્લાની વધુ બે શાળામાં કોરોનાનો પ્રવેશ થયો છે. જેમાં ટંકારાની એક શાળામાં 4 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.
મોરબી જિલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તેમાં પણ વિદ્યાર્થીઓ વધુ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. આજે જિલ્લામાં કુલ 34 કેસ નોંધાયા છે. આજે જિલ્લાની 2 નવી શાળાઓમાં કોરોનાનો પ્રવેશ થયો છે. જેમાં ટંકારાની ઓરપેટ કન્યા શાળામાં 4 વિદ્યાર્થીનિઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સાથે મોરબીની સર્વોપરી સ્કૂલમાં એક વિદ્યાર્થી પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત નિર્મલ વિદ્યાલયમાં પણ એક કેસ નોંધાયો છે.
બીજી તરફ જિલ્લામાં આજે નવા આવેલા કુલ કેસો જોઈએ તો મોરબી શહેરમાં 23, મોરબી ગ્રામ્યમાં 9, ટંકારા ગ્રામ્યમાં 2 મળી કુલ 34 કેસ નોંધાયા છે.
કોરોનાની અત્યાર સુધીની વિગતો જોઈએ તો આજે આરોગ્ય વિભાગે 1431 સેમ્પલ લીધા હતા. જેમાંથી 34 પોઝિટિવ આવ્યા છે. સાથે આજે મોરબીમાંથી 13 લોકો સાજા પણ થયા છે. અને ટંકારામાં એક દર્દી સાજા થયા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 6647 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 6182 રિકવર થયા છે. હાલ 124 કેસ એક્ટિવ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide