મોરબી : કોરોનાગ્રસ્ત યુવક અમદાવાદથી તેમના પત્ની અને બે બાળકો સાથે ટંકારા આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી બાજુ અહીં આવીને બન્ને બાળકો જીવાપર ખાતે તેના મામાના ઘરે રોકાયા છે. હાલ આ પોઝિટિવ કેસ જાહેર થતા આરોગ્ય વિભાગે કન્ટેઇનમેન્ટ અને બફર ઝોન નક્કી કરી નાખ્યો છે અને એસપી, ડે. કલેકટર , આરોગ્ય અધિકારી, ટીડીઓ સહિતના અધિકારિઓએ જયનગર પહોંચયા હતા.
વધુમાં મળતી માહિતી પ્રમાણે કોરોનાગ્રસ્ત યુવક ભાવેશભાઈ ભાગીયા અમદાવાદમાં ફાર્મસી કંપનીમાં સર્વિસ કરે છે. તેઓ તા. 23ના રોજ બપોરે અમદાવાદથી ટંકારાના જયનગર પહોંચ્યા હતા. તેઓની સાથે તેમના પત્ની, એક દીકરી અને એક દીકરો પણ હતા. બન્ને સંતાનો તો જીવાપર ગામે તેમના મામાને ઘરે રોકાવા ગયા હતા. જેથી તેમના ઘરે તેઓ, તેઓની પત્ની અને માતા- પિતા રહેતા હતા
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide