[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] હળવદ: હળવદ ખાતે આવેલી સાગર કેમ ફૂડ ઇન્ડસ્ટ્રીઝના માલિક આત્મારામ ક્રીશ્નારામ ચૌધરી દ્વારા કેમ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ પ્લોટ નં.૬૧ થી ૬૩ તથા ૭૪ થી ૭૭ જી.આઈ.ડી.સી. ખાતે
ટાટા કંપનીનુ ઓથોરાઈઝ ડીલરશીપ પ્રમાણપત્ર તથા કોપીરાઇટ સર્ટીફીકેટ ન હોવા છતા આત્મારામ ચૌધરીએ પોતાની સાગર કેમ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં ડુપ્લીકેટ માર્ક વાળા પેકિંગમા ડુપ્લીકેટ સોલ્ટનું ઉત્પાદન તથા વેચાણ કરવામાં આવતું હોય જેની જાણ થતા જ દિલ્હી સ્થિત અનુસંધાન ઈન્વેસ્ટીગેશન એન્ડ સીક્યુરીટી પ્રા.લિ.ના IPR એક્ઝિક્યુટિવ રોહીતકુમાર ઉર્વેશકુમાર કર્ણાવત દ્વારા હળવદ પોલીસ સાથે ગત તા.૧૨/૧૨/૨૦૨૩ ના રોજ સાગર કેમ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં રેઇડ કરવામાં આવી હતી. અને સ્થળ પરથી ટાટા સોલ્ટ કંપનીના પ્લાસ્ટીકના પ્રીન્ટેડ વીથ MAHAVEER TULSI Shakti SALT લખેલ ટાટા કંપનીના લોગો તથા કલર તથા ડીઝાઇન સાથે હળતા મળતા સામ્યતા ધરાવતા 30 રોલ જેની કિંમત રૂ.11,400 તથા આશરે રૂ.7,200/-નાં ખાલી વેસ્ટેજ પાઉચ સહિત કુલ રૂ.11,400/- નો મુદામાલ મળી આવતા ઈસમ વિરૂદ્ધ હળવદ પોલીસ મથક ખાતે ગુન્હો દાખલ કરી આરોપીને પકડવા કામગીરી હાથ ધરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide