હળવદમા વીજચોરો ઉપર તવાઈ, ત્રણ દિવસમાં રૂ.૭૭.૯૫ લાખની વીજચોરી ઝડપાઈ

0
2
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

હળવદ : હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી પીજીવીસીએલની જુદી જુદી ટીમો દ્વારા વીજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.જેમાં 112 કિસ્સામાં વીજચોરી ઝડપાઈ જતા રૂ.77.95 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

પીજીવીસીએલની રાજકોટ, જામનગર અને કચ્છની જુદી જુદી ટીમો દ્વારા એસઆરપી તેમજ હળવદ પોલીસના જવાનોને સાથે રાખી હળવદ તાલુકાના ઘનશ્યામગઢ, અજીતગઢ, ખોડ, જોગડ, ધનાળા, મયાપુર, હળવદ શહેર, ઘનશ્યામપુર, કડીયાણા, ચિત્રોડી, ઈશ્વરનગર, સુંદરગઢ, સુસવાવ સહિતના ગામોમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું.
પીજીવીસીએલની ટીમો દ્વારા વીજ ચેકીંગ દરમિયાન 820 વીજ કનેક્શન ચેક કર્યા હતા.જેમાં 112 કનેક્શનમાં ગેરરીતિ ઝડપાઈ જતા વીજચોરી સબબ રૂપિયા 77.95 લાખનો દંડ ફટકારવામાં આવતા વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/