વોટ્સએપ પર ફરતા બદલી અંગેના નિયમો સાચા ન હોવાની શિક્ષણ નિયામકે સ્પષ્ટતા કરવી પડી
મોરબી : સોશિયલ મીડિયામાં પ્રાથમિક શિક્ષકોની બદલી અંગેના નિયમો વોટ્સએપ પર ફરતા કરવામાં આવ્યા છે તે સાચા નથી. કેટલાક લોકોએ શિક્ષકોને ગેરમાર્ગે દોરવા પ્રયત્ન કરેલ છે.આવા તત્વો સામે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક શિક્ષણ વિભાગના નિયામકે સ્પષ્ટતા કરવી પડી છે.
પ્રાથમિક શિક્ષણ વિભાગના નિયામક એમ.આઈ.જોષી દ્વારા જણાવાયું છે કે પ્રાથમિક શિક્ષકોની બદલી અંગેના નિયમો સાચા નથી.ગઈકાલે કેટલાક લોકો દ્વારા પ્રાથમિક શિક્ષકોની બદલી અંગેના નિયમો વોટ્સએપ પર ફરતા કરવામાં આવ્યા છે તે સાચા નથી. કેટલાક લોકોએ શિક્ષકોને ગેરમાર્ગે દોરવા પ્રયત્ન કરેલ છે.આવા તત્વો સામે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.તેથી કોઈને ગેરમાર્ગે ના દોરવા અપીલ કરવામાં આવે છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide