તીથવા ગામે 8મીથી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનો શુભપ્રારંભ

0
112
/

શિવ કથા યૂટ્યૂબ ચેનલ પર લાઈવ પ્રસારિત કરાશે : નેકનામના હંસરાજબાપા સંતની પદવી ગ્રહણ કરશે

વાંકાનેર : વાંકાનેરના તીથવા ગામે શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિવિધ કાર્યક્રમો પણ યોજાશે.સમગ્ર શિવ કથાનું લાઈવ પ્રસારણ યૂટ્યૂબ ચેનલ પરથી પ્રસારિત કરવામાં આવશે.આ કથા સાથે પદવી સમારોહ પણ યોજાશે.જેમાં નામી વ્યક્તિઓ અને સંતો -મહંતો ઉપસ્થિત રહેશે.

વાંકાનેરના તીથવા ગામે શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનો આગામી તા.8ને શુક્રવારના રોજ પ્રારંભ થશે.કથા પુર્ણાહુતી તા.16ને શનિવારના રોજ થશે.કથા રસપાન શાસ્ત્રી જનકભાઈ મહેતા કરાવશે.કથાનો સમય સવારે 9 થી 12 કલાકે અને બપોરે 3 થી 6 કલાકનો રહેશે.આ કથા ઉમા ભંગેશ્વર મહાદેવ મંદિર,તીથવા,વાંકાનેર ખાતે રાખવામાં આવી છે.સમગ્ર શિવ કથાનું લાઈવ પ્રસારણ યૂટ્યૂબ ચેનલ પરથી પ્રસારિત કરવામાં આવશે.શિવ કથા સાંભળવા આવેલા દરેક ભક્તો માટે પ્રસાદ બપોરે 12 કલાકે રાખવામાં આવ્યો છે.

શિવ કથામાં વિવિધ કાર્યક્રમો પણ યોજાશે.જેમાં તા.8ને શુક્રવારના રોજ બપોરે 3 કલાકે જડેશ્વર મહાદેવ મંદિરથી પધારશે.સાંજે 4 કલાકે કથા પ્રારંભ,તા.9ને શનિવાર સાંજે 4 કલાકે શિવ મહિમા વર્ણન,તા.10ને રવિવારના રોજ સાંજે 5:30 કલાકે શિવ પ્રાગટ્ય,તા.11ને સોમવારના રોજ સાંજે 6 કલાકે સતી પ્રાગટ્ય માતાજી,તા.12ને મંગળવારના રોજ બપોરે 12 કલાકે માં ઉમિયા માતાજીનો કાર્યક્રમ,સાંજે 5 કલાકે શિવ પાર્વતી વિવાહ,તા.13ને બુધવારના રોજ સાંજે 5 કલાકે ગણેશ પ્રાગટ્ય,તા.14ને ગુરુવારના રોજ સાંજે 5:30 કલાકે તુલસી વિવાહ કથા,તા.15ને શુક્રવારના રોજ સાંજે 5 કલાકે બાર જ્યોતિર્લિંગ પૂજન અને તા.16ને શનિવારના રોજ સાંજે 5 કલાકે કથા વિરામ થશે.

શિવ મહા પુરાણકથા દરમ્યાન લીલા લ્હેર સત્સંગ મંડળ -મોરબી દ્વારા તા.13ને બુધવારના રોજ કથાસ્થલી,ભૃગેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે વિશેષ કાર્યક્રમ સંસારી સંત પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે.સવારે 10 વાગ્યે સંતોનુ આગમન થશે. મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નેકનામ ગામના હંસરાજબાપા હાલપરા ગૂરૂ વિયોગાનંદ સરસ્વતીની સેવાભાવના અને ત્યાગભાવનાથી તેઓ સંતજીવન ધરાવે છે. તેઓ અખંડ સદાવ્રત ચલાવે છે. ધાર્મિક સંસ્થાઓની સ્થાપના વિકાસ નિભાવની પ્રવૃત્તિઓમાં તેઓએ માતબર અનુદાન આપેલ છે. તેઓની આ વિશેષ કામગીરી ધ્યાને લઈને તેઓને સંસારી સંતની પદવી એનાયત કરવાનું આયોજન કરવામાં આવેલ છે.અધિકારી સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતમાં તેઓને રાધવેન્દ્રાચાર્ય,વિયોગાનંદ સરસ્વતી (કષ્ણાયામ આશ્રમ, ઇંદોર) અને કૃપાલાનંદ સ્વામી આનંદ આશ્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદાતટ) વિયોગાનંદ સરસ્વતી હસ્તે સન્માન સાથે આ વિશેષ પદવી એનાયત કરવામાં આવશે.આ સમારોહમાં બગથળા નકલંક ધામના દામજીભગત અને રામધન આશ્રમના ભાવેશ્વરીબેન હાજરી આપશે.વિશેષ અતિથિ તરીકે વાંકાનેર સ્ટેટના મહારાજા કેશરીદેવસિંહ,સંસદ સભ્યના મોહનભાઇ કુંડારીયા અને રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા ઉપસ્થિત રહેશે.કથાશ્રવણનો લાભ લેવા આયોજક કાંતિલાલભાઈ હંસરાજભાઇ હાલપરા અને હસમુખભાઈ હંસરાજભાઇ હાલપરાએ લોકોને આમત્રંણ આપ્યું છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/