થાનગઢ તાલુકાના વિજળીયા ગામે ઘુસાભાઇ ઝાલા દ્વારા દશેરાના શુભ દિવસે અનોખી સેવા

0
96
/

વિજળીયા ગામે તા.15.10.2021 ને શુક્રવાર દશેરાના શુભ દિવસે વિધવા બહેનો માતાઓ અને વૃદ્ધોને સરકાર શ્રી દ્વારા અપાતા પેન્શન અત્યારે દર મહિને વિધવા બહેનોને 1250.વૃદ્ધોને 750 રૂપિયા આપવામાં આવે છે જેમાં કાયદેસરની કાર્યવાહી કરી અને મામલતદાર કચેરીએથી અપાતા ઓરીજનલ હુકમ ને ઘુસાભાઇ ઝાલા દ્વારા લેમીલેશન કરીને વિતરણ કરવામાં આવ્યા હતા ત્યારે લાભાર્થી બહેનો માતાઓ અને ભાઈઓ એ હર્ષની લાગણી અનુભવી હતી અને કહ્યું હતું કે અમોને આજીવન અમે જીવીએ ત્યાં સુધી નો રોટલો અપાવ્યો છે એવું બોલી અંતરના આશીર્વાદ આપ્યા હતા જેમાં થાનગઢ તાલુકા મામલતદાર સાહેબ શ્રી હેમંતસિંહ મકવાણા સાહેબ તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રી કૌશિકભાઈ પરમાર સાહેબ વિજળીયા ગામ ના સરપંચ શ્રી સતાભાઈ સવાભાઈ ઝાલા તલાટી કમ મંત્રી શ્રી જે.ડી.મકવાણા સાહેબ સામાજીક કાર્યકર શ્રી ઘુસાભાઇ રઘુભાઈ ઝાલા તેમજ જીલ્લા ભાજપ મહિલા મોરચા મહામંત્રી કે જે નાની ઉંમરમાં જીલ્લા ભાજપ મહિલા મોરચા ની ફરજ નિભાવી રહ્યા છે એવા કુ.કંચનબેન ઘુસાભાઇ ઝાલા તેમજ સૌના સાથ
અને સહકારથી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો ત્યારે વિજળીયા ગામના દરેક ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/