મોરબી સીટી એ ડીવી પોલીસે ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદી તથા તેનો દીકરો મહાદેવ પોટ્રી નામના કારખાનામાં નળીયા છાપવાનો કોન્ટ્રાકટ રાખેલ હોય પરંતુ ફરીયાદીના દીકરા બીમાર સબબ કામ ઉપર ન જતા આ કામના આરોપી નં. (૩) એ નળીયાનો કોન્ટ્રાકટ અમોએ રાખી લીધેલ હોય તેવુ જણાવતા તે બાબતનુ મનદુઃખ રાખી ઉપરોકત આરોપી નં.૧ તથા ૨ નાઓ મહાદેવ પોટ્રી કારખાને આવી ફરીયાદી તથા સાહેદને ભુંડી ગાળો દઈ થોડી વાર બાદ આરોપી નં. ૩,૪,૫ આવ.લ અને આરોપી નં. ૩ તથા ૪ નાએ પોતાના હાથમાં રહેલ લાકડાના ઘોકા વડે માર મારવાનો પ્રય્તન કરી મુંઢ માર મારી સાહેદ ગૌતમને જાતીય પ્રત્યે અપમાનીત કરી એકબીજાને મદદગારી કરી
આરોપીઓએ ગુનો કરેલ બાબતનો ગુનો રજીસ્ટર કરી આ કામના આરોપીઓ (૧) ટીનુબેન ઉર્ફે ટીના હીતેશભાઈ મારૂણીયા (૨) ભારતીબેન કાળુભાઈ મારૂણીયા (૩) હીતેશભાઈ કાળુભાઈ મારૂણીયા (૪) કાળુભાઈ ઉકાભાઈ મારૂણીયા(૫) જયાબેન કાળુભાઈ મારૂણીયાના ઓની ધરપકડ કરી આરોપીઓ વિરુધ્ધ આઈ.પી.સી. કલમ ૩૨૩,૫૦૪,૧૧૪ તથા જી.પી એકટની કલમ ૧૩૫ તથા અનુ. જાતી અને અનુ. જન.જાતી અધી. કલમ-૩(૧)(આર) (એસ), ૩(૨)(૫-એ) મુજબ ગુનો નોંધી તમામ આરોપીની ધરપકડ કરેલી. મોરબીના આ અંગેનો કેશ અત્રેના એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં શરૂ થયેલો તમામ આરોપી વતી મોરબી જીલ્લાના પ્રખ્યાત ધારાશાસ્ત્રી શ્રી દીલીપભાઈ અગેચાણીયા રોકાયેલ.
આ કામે ફરીયાદી પક્ષે ફરીયાદી તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોકટરશ્રી તથા તપાસ કરનાર અધીકારી શ્રી વિગેરેની જુબાની લેવામાં આવેલી તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દવારા દલીલ કરવામાં આવેલ કે આ કામે ફરીયાદ પક્ષે ફરિયાદથી વિરુધ્ધનો અને વીપરીત હકીકત જણાવેલ છે. અને ફરીયાદી પક્ષે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે. અને આ કામના ફરીયાદીના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદપક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી તેમજ ફરીયાદ પક્ષ એ સદરહુ બનાવ નિઃશંક પણે સાબીત કરવામાં નિષ્ફળ ગયેલ હોય અને આરોપીઓ વિરૂધદ પુરાવાઓ પુરવાર કરવામાં પણ નિષ્ફળ ગયેલ હોય જેથી ઉપરોકત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ શ્રી દીલીપભાઈ અગેચાણીયાની તમામ દલીલો માની નામદાર કોર્ટે આરોપીઓને શંકાનો લાભઆપી નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ.
આરોપીઓ તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ શ્રી દીલીપભાઈ અગેચાણીયા, શ્રી જીતેન અગેચાણીયા, કુલદીપ ઝીંઝુવાડીયા, રવી ચાવડા, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા રોકાયેલ હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
