[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ અમદાવાદ શહેરમાં ગણેશ ગ્રાઉન્ડ થલતેજ ખાતે ક્રેડાઈ અમદાવાદ-ગાહેડ દ્વારા 19મા પ્રોપર્ટી શોનું આયોજન કરાયું છે. ત્યારે ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ પ્રોપર્ટી શોનો પ્રારંભ થયો છે. આ પ્રોપર્ટી શોમાં સિરામિક ત્રે નામાંકિત કંપની એવી મોરબીની સનહાર્ટ સિરામિકના એક્સક્લુઝિવ સ્ટોરની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુલાકાત લીધી હતી.
પ્રોપર્ટી શોમાં સનહાર્ટ સિરામિકનો એક્સક્લુઝિવ સ્ટોર તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારે ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રબાઈ પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ક્રેડાઈ અને ગાહેડના પદાધિકારીઓએ સનહાર્ટ સિરામિકના એક્સક્લુઝિવ સ્ટોરની મુલાકાત લીધી હતી અને તેમની પ્રોડક્ટ વિશે માહિતી મેળવી હતી. આ તકે સનહાર્ટ ગ્રુપના મોભી, પાટીદાર અગ્રણી અને ભામાશા ગોવિંદભાઈ વરમોરા, ભુદરભાઈ અને હાર્દિકભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્યમંત્રીને કંપનીની પ્રોડક્ટ વિશે માહિતી આપી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide