લોહાણાપરામાં ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડીમાં વૃદ્ધ ખાબક્યા, સલામત બહાર કઢાયા

0
6
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : મોરબીના લોહાણાપરામાં ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડીમાં એક વૃદ્ધ પડી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે તેઓને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા છે. પણ હવે જો આ કુંડીને ઢાંકવામાં નહિ આવે તો કોઈનો જીવ જાય તેવી દહેશત સેવાઈ રહી છે.

આ મામલે વિગત આપતા સ્થાનિકોએ જણાવ્યું કે આજે સવારે લોહાણાપરા-2માં લાલશા હોટેલ પાછળ એક ખુલ્લી ભૂગર્ભની કુંડીમાં વૃદ્ધ પડ્યા હતા. આ કુંડી 9થી 10 ફૂટ ઊંડી છે. વૃદ્ધ તેમાં ગંદા પાણીમાં માથા સુધી ડૂબી ગયા હતા. તુરંત ત્રણ યુવાનોએ તેમને હેમખેમ બહાર કાઢ્યા હતા. આમ વૃદ્ધ તો હેમખેમ બચી ગયા છે પણ હવે જો આ કુંડી ઠીક કરવામાં નહિ આવે તો કોઈનો જીવ જશે તેવી શકયતા સેવાઈ રહી છે. જેથી મહાપાલિકા તુરંત કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/