ઝૂલતા પૂલ દુર્ઘટનાનો મુખ્ય જવાબદાર આરોપી જયસુખ ઓધવજી પટેલ અંતે જેલ હવાલે

0
68
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

તપાસનીશ અધિકારી ડીવાયએસપી ઝાલાએ ખાન સાહેબની કોર્ટમાંથી આરોપી જયસુખ પટેલની પોલીસ કસ્ટડી મેળવી

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : તાજેતરમાં મોરબીના ચકચારી ઝુલતા પુલ કેસમાં છેલ્લા ત્રણ મહિનાથી નાસતા ફરતા અજંતા ઓરેવાના મેનેજીંગ ડાયરેકટર જયસુખ પટેલે આજે મોરબી કોર્ટમાં સરેન્ડર કર્યા બાદ નામદાર કોર્ટે આરોપીને જેલ હવાલે હુકમ કર્યા બાદ તપાસનીશ અધિકારી દ્વારા વિધિવત રીતે જયસુખ પટેલનો કબ્જો મેળવવા કાર્યવાહી કરતા મોરબીની ચીફ કોર્ટના જજ ખાન સાહેબે જયસુખ પટેલને પોલીસ કસ્ટડીમાં સોંપવા હુકમ કરતા પોલીસે કબ્જો મેળવ્યો છે.

30 ઓક્ટોબરના રોજ મોરબીનો ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડતા 135 નિર્દોષ લોકોના મૃત્યુ પ્રકરણમાં ઝડપાયેલા નવ આરોપીઓની પૂછપરછ અને તપાસના અંતે ઝૂલતા પુલનું સંચાલન કરતી અજંતા ઓરેવા કંપનીના માલિક અને મેનેજીંગ ડિરેકટર જયસુખ પટેલ દોષિત જણાતા તપાસનીશ પોલીસ અધિકારી દ્વારા જયસુખ પટેલને ઝડપી લેવા કાર્યવાહી કરી હતી પરંતુ જયસુખ પટેલ પોલીસને હાથ ન લાગતા અંતે સીઆરપીસી એકટ મુજબ નામદાર કોર્ટ મારફતે વોરંટ ઇશ્યુ કરવામાં આવતા આજે નાટકીય રીતે જયસુખ પટેલ મોરબી કોર્ટ સમક્ષ સરેન્ડર કરતા નામદાર કોર્ટે જયસુખ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં સોંપવા હુકમ કર્યો હતો.બીજી તરફ ઝૂલતા પુલ કેસના તપાસનીસ અધિકારી દ્વારા મોડી સાંજે મોરબી ચીફ કોર્ટમાં આરોપી જયસુખ પટેલનો કબ્જો મેળવા કાર્યવાહી કરતા જજ ખાન સાહેબે પોલીસની અરજી ગ્રાહ્ય રાખી આરોપી જયસુખ પટેલનો કબ્જો તપાસનીશ પોલીસ અધિકારીને સોંપવા હુકમ કર્યો હતો. નામદાર કોર્ટના હુકમને પગલે હવે તપાસનીશ પોલીસ ટીમ જયસુખ પટેલનું મેડિકલ ચેક અપ કરાવી 24 કલાક કસ્ટડીમા રાખશે અને ત્યાર બાદ નામદાર કોર્ટ સમક્ષ રિમાન્ડની માંગણી સાથે રજૂ કરનાર હોવાનું જાણવા મળે છે.

[રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/