રાજકોટની પ્રખ્યાત ગોપાલ નમકીન ફેક્ટરીમાં આગ લાગતા ફેક્ટરી બળીને ખાખ

0
196
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] સમગ્ર સૌરાષ્ટ્રમાં નમકીન માટે જાણીતું નામ એવા ગોપાલ નમકીનની રાજકોટ ખાતે આવેલ ફેકટરીમાં બપોરે આગ લાગી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હોય આખી ફેક્ટરી બળીને ખાખ થવા પામી છે તો વિકરાળ આગને પગલે ફાયર ટીમે મેજર કોલ જાહેર કર્યો છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના મેટોડા જીઆઈડીસી ખાતે આવેલ ગોપાલ નમકીન ફેકટરીમાં બપોરે ૨ વાગ્યાના અરસામાં આગ લાગી હતી કોઈ કારણોસર આગ લાગ્યા બાદ આગે આખી ફેક્ટરીને ઝપેટમાં લઇ લીધી હતી જે બનાવની જાણ થતા રાજકોટ ફાયરની ૮ ટીમો દોડી ગઈ છે અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કરી રહી છે આગ બેકાબુ હોવાથી મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/