મોરબીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રેલી યોજી કલેકટરને આવેદન પત્ર આપયું

0
11
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબીમાં પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્વારા કાર અને બાઇક રેલી યોજી SC /ST,OBC અને માઇનોરીટીને બંધારણીય હક્કો મળે તે માટે વિવિધ માંગણી સાથે મોરબી જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

મોરબીમાં પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્વારા કાર અને બાઇક રેલી યોજી માયનોરીટીને બંધારણીય હક્કો મળે તે માટે વિવિધ માંગણી સાથે મોરબી જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના કાર્યકારી પ્રમુખ રાજુભાઈ આહીરની અધ્યક્ષતમાં કાર અને બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં SC,ST,OBC અને માઈનોરિટી ને પોતાના બંધારણીય હકો જેવા કે જાતિ આધારિત જનગણના, obc આયોગને વધુ બજેટની ફાળવણી તેમજ રોસ્ટર આધારિત ભરતી અને વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિમાં વધારો કરવામાં આવે તેવી માંગ સાથે મોરબી જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/