ચહેરા પરના વાળ બગાડે છે લૂક, શું બ્લીચનો ઉપાય કરશે કમાલ!

0
6
/

હાલ ચહેરા ઉપર સામાન્ય વાળ હોય તો ચિંતા કરવાની જરૂર નથી. જો કપાળમાં અને અપર લિપ્સ ઉપર વાળ હોય તો એને બ્યુટી પાર્લરમાં જઇને થ્રેડિંગથી દૂર કરાવી શકો છો, પરંતુ કલમ પાસે એટલે કે ગાલની નીચેની બાજુ વાળ હોય તો બ્લીચ અથવા વેક્સ કરાવી શકો છો. બ્લીચથી વાળનો કલર લાઇટ થઇ જશે એટલે ખરાબ નહીં લાગે. ડી-ટેન કરવાથી ત્વચા પર પડેલા ડાઘ-ધબ્બાને દૂર કરી શકાય છે પરંતુ વાળના રંગને બદલી શકાતો નથી. વાળના રંગને બદલવા માટે બ્લીચ કરવું જોઇએ. બ્લીચ કરવા માટે કોઇ સારી કંપનીનું બ્લીચ લઇ આવો. બ્લીચ કરતાં પહેલાં વાળને રબર બેન્ડ કે ક્લચરથી પાછળની તરફ બાંધી દો. ફેસને ફેસવોશથી વોશ કરીને કોટન ટુવાલથી લૂછી નાંખો. ચહેરો સંપૂર્ણ રીતે કોરો થઇ જાય ત્યાં સુધીમાં કાચના બાઉલમાં એક ચમચી બ્લીચ અને બે ચપટી એક્ટિવેટર પાઉડર લો. પછી તેને આંગળી અથવા બ્રશની મદદથી બરાબર મિક્સ કરી લો. હવે બ્રશની મદદથી જે ભાગમાં વાળ છે ત્યાં સૌથી પહેલાં બ્લીચ લગાવો એ પછી આખા ચહેરા અને ગરદન ઉપર બ્લીચ લગાવો. આંખની આસપાસ અને આઇ બ્રોની ઉપર બ્લીચ લગાવવાનું નથી. આંખ ઉપર ગુલાબજળવાળો કોટન બોલ્સ મૂકીને આંખ બંધ કરી દો. 10થી 15 મિનિટ બાદ ચહેરો સાદા પાણીથી ધોઈ લો. કોટન ટુવાલથી થપથપાવીને ચહેરો કોરો કરી લો. હવે કોઈ સારી ક્રીમથી ચહેરા ઉપર હળવા હાથે બે મિનિટ મસાજ કરી લો. બ્લીચને કારણે વાળને સરળતાથી છુપાવી શકાશે અને ત્વચા પણ ગ્લોઇંગ લાગશે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/