રાજકોટ : TRP અગ્નિકાંડમાં હાઇકોર્ટે 3 આરોપીના જામીન મંજૂર કર્યા : સાગઠિયા સહિત 3ના ફગાવ્યા

0
101
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] રાજકોટ: હાલ ટીઆરપી અગ્નિકાંડ કેસમાં ગુજરાત હાઇકોર્ટે ત્રણ આરોપીના જામીન મંજૂર કર્યા છે જ્યારે મનસુખ સાગઠિયા સહિત ત્રણ આરોપીના જામીન ફગાવી દીધા છે. ગુજરાત હાઇકોર્ટે મનપાના પૂર્વ એટીપી રાજેશ મકવાણા, ગૌતમ જોશી અને એન્જિનિયર જયદીપ ચૌધરીના જામીન મંજૂર કર્યા છે. જ્યારે મનસુખ સાગઠિયા, અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાની જામીન અરજી હાઇકોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે.

ગત તા.25 મે 2024ની સાંજે રાજકોટના નાના મવા રોડ પર સયાજી હોટલ પાછળ આવેલ ટીઆરપી ગેમઝોનમાં આગ લાગતા 27 લોકોના મોત થયા હતા. જે અંગે પોલીસે ફરિયાદી બની ફરિયાદ નોંધી હતી. આ બનાવમાં 16 આરોપી સામે ગુનો દાખલ થયો છે. જેમાં ટીઆરપી ગેમઝોનના સંચાલકો ધવલ ભરત ઠકકર (ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર), રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદારો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલિત રાઠોડ, ગેમઝોન મેનેજર નીતિન મહાવીરપ્રસાદ લોઢા, રાજકોટ મહાનગર પાલિકાના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયા, આસિસ્ટન્ટ ટીપીઓ ગૌતમ દેવશંકર જોષી, આસિસ્ટન્ટ ટીપીઓ મુકેશ રામજી મકવાણા, કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ફાયર સ્ટેશન ઓફિસર રોહીત આસમલ વિગોરા, ટીપી શાખાના આસિસ્ટન્ટ એન્જીનીયર જયદીપ બાલુ ચૌધરી, રાજેશ નરશી મકવાણા, ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર ભીખા જીવા ઠેબા અને ગેમઝોન ખાતે ફેબ્રિકેશનનો કોન્ટ્રાકટ રાખનાર મહેશ અમૃત રાઠોડ સામે ગુનો નોંધાયો હતો.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/