પત્નીની હત્યા કરનાર પતિ અને તેની પ્રેમિકાની ધરપકડ કરાઈ

0
488
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબીના જાંબુડિયા ગામની સીમમાં આવેલ જાજરૂ ગયા બાદ બેભાન હાલતમાં પરિણીતાના મૃત્યુના કિસ્સામાં પતિ અને સૌતને મળી પત્નીને મોતને ઘાટ ઉતારી નાખી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જેથી પોલીસે પતિ અને તેની પ્રેમિકાની ધરપકડ કરી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના જાંબુડિયા ગામની સીમમાં આવેલ ઓલ્વિન સિરામિક ફેકટરીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની રાહુલ રોડુમલ નાયકે મોરબી તાલુકા પોલીસ મથકમાં પોતાની પત્ની રાની ઉર્ફે પાયલ જાજરૂ ગયા બાદ પરત ન આવતા તપાસ કરતા બેભાન હાલતમાં મળી આવ્યાનું તાલુકા પોલીસ સમક્ષ જાહેર કર્યું હતું. બીજી તરફ પોલીસને બનાવ શંકાસ્પદ જણાતા મૃતક રાની ઉર્ફે પાયલનું રાજકોટ ફોરેન્સિક પીએમ કરાવતા ગળાના ભાગે દોરડાના નિશાન હોવાનું સામે આવ્યું હતું તેમજ ઇજાના નિશાન જોવા મળ્યા હતા.

દરમિયાન મૃતક રાનીના જેઠે રાનીના પિતા અર્જુનસિંહ મોડાજી નાયકને રાની મૃત્યુ પામી હોવાની જાણ કરતા તેઓ મોરબી દોડી આવ્યા હતા અને પોલીસ સમક્ષ ચોંકાવનારી હકીકત જાહેર કરતા જણાવ્યું હતું કે, રાનીના પતિ આરોપી રાહુલ રોડુલાલા નાયકને તેના જ કારખાનામાં કામ કરતી રેવાલી સાથે પ્રેમ સંબંધ હોય બન્ને પતિ પત્નીની જેમ જ રહેતા હતા અને રાનીને રસ્તામાંથી હટાવી દેવા ત્રાસ આપતા હોવાથી છેલ્લા ઘણા સમયથી રાની ફરિયાદી પિતા અર્જુનસિંહ સાથે રાજસ્થાન રહેતી હતી. જેમાં એકાદ મહિના પૂર્વે રાહુલ રાજસ્થાન ગયો હતો અને હવે રાની સાથે ઝઘડો નહિ કરે તેમ કહી રાની અને રેવાલીને બન્નેને પત્ની તરીકે સાથે રાખશે તેમ કહી મોરબી લાવ્યો હતો.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/