મોરબીવાસીઓ દ્વારા મૌન રેલી યોજી મચ્છુ હોનારતના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપી

0
2
/

હોનારતના સમયે 21 સાયરન વગાડાયા

મોરબી : આજે મોરબી મચ્છુ જળ હોનારતમાં મૃત્યુ પામનાર દિવંગત આત્માઓને શ્રદ્ધા સુમન અર્પવા માટે દરવર્ષની જેમા આ વર્ષે પણ મોરબી નગરપાલિકા દ્વારા બપોરે 3.15 કલાકે 21 વખત સાયરન વગાડી નગરપાલિકા ખાતેથી મૌન રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં તમામ ક્ષેત્રના આગેવાનો અને મોટી સંખ્યામાં મોરબીવાસીઓ જોડાયા હતા.

મોરબી નગરપાલિકા ખાતેથી નીકળેલી મૌન રેલી 3.30 વાગ્યે મણિમંદિર સ્થિત સ્મૃતિ સ્તંભ સ્થળે પહોંચી હતી અને દિવ્ય આત્માઓને શાંતિ માટે પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ તકે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, કલેકટર કે.બી. ઝવેરી, ઇન્ચાર્જ ડીડીઓ ગઢવી, જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી, અધિક કલેકટર એસ.જે. ખાચર, ચીફ ઓફિસર ડોબરીયા, ડો. જયંતિભાઈ ભાડેસીયા, જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયા, આમ આદમી પાર્ટીના પંકજ રાણસરીયા તેમજ નગરપાલિકા અને મોરબી જિલ્લા અને તાલુકા પંચાયતના તેમજ રાજકીય પક્ષઓના આગેવાનો અને હોદેદારો તેમજ સરકારી વિભાગોના અધિકરીઓ અને કર્મચારીઓ તથા દરેક ક્ષેત્રના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નગરજનો અને ખાસ દિવંગતોના પરિવારજનો હાજર રહ્યા હતા.શહેરના અગ્રણીઓ જોડાયા હતા અને દિવંગત આત્માઓને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. આ સમયે અનેક લોકોની આખો ભીની થઇ ગઈ હતી.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/