મોરબીના પોલીસ અધિકારી પશ્ચિમ બંગાળ જઈ ત્રાસવાદી વિસ્તારમાંથી આરોપીનેપકડી લાવ્યા

0
317
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : મોરબીમાંથી એક સગીરાને ભગાડી જઇ પશ્ચિમ બંગાળના જોખમી એવા ત્રાસવાદી વિસ્તારમાં છુપાઈને બેઠેલા શખ્સને મોરબીમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલે ત્યાં જઈ દબોચી લઈને સગીરાને છોડાવી બન્નેને અહીં લઈ આવ્યા છે.

મળતી માહિતી અનુસાર અંદાજે બે મહિના પૂર્વે રણજીત કલીપદા મન્ના ઉ.વ.-૨૦ નામનો આરોપી લાલપર ગામ પાસે સ્ટાર સિરામિક પાસેથી એક 17 વર્ષની સગીરાને ભગાડીને લઈ ગયો હતો. જે અંગે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા આરોપી સામે ગુનો નોંધી તપાસ ચલાવવામાં આવી રહી હતી. આ દરમિયાન આરોપીનું લોકેશન પશ્ચિમ બંગાળના મેદનીપુરના તેરાપરારા વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું હતું.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/