[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : આજે મોરબીમાં રવાપર રોડ ઉપરની યોગેશ્વરનગર સહિતની સોસાયટીના રહીશો અને બાજુના પ્લોટ ધારકો વચ્ચે રસ્તા મુદ્દે માથાકૂટ થઈ હતી. સોસાયટીના રહીશોનો આક્ષેપ છે કે તેની બાજુની જગ્યા એપ્રોચ રોડ આપ્યા વગર જ બિનખેતી કરી નખાય છે. હવે આ મામલો મહાપાલિકામાં પહોંચ્યો છે. સોસાયટીના રહીશોએ આ મામલે મહાપાલિકાને રજુઆત કરી રસ્તા અને પાણી નિકાલની વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી છે.
આ રજૂઆતમાં જણાવ્યું છે કે રવાપર રોડ ઉપર આશરે 15 જેટલી સોસાયટીઓ આવેલી છે. જેમાં યોગેશ્વરનગર, સહયોગ, યોગેશ્વરનગર- 2, દેવપાર્ક, યદુનંદન- 25, યદુનંદન- 26, યદુનંદન -27, યદુનંદન- 28, કુંજગલી સહિતની સોસાયટીઓનો સમાવેશ થાય છે. આ સોસાયટીઓમાં અંદાજે 1000 જેટલા પરિવારો રહે છે. સોસાયટીમાં આવવા જવા માટે માત્ર અને માત્ર એક જ રસ્તો ખુલ્લો છે. પાણીનો નિકાલ રેવન્યુ પાર્ક- 9 એ બંધ કરી રાખેલ છે. જેનો વજેપર 999 /6 પૈકી 2 સર્વે નંબર છે.
વધુમાં રજુઆતમાં જણાવાયુ છે કે એવન્યુ પાર્ક -9 સોસાયટીએ પોતાની જમીન ગેરકાનૂની રીતે અધિકારીને અંધારામાં રાખી અને ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરીને અમારા બધા જ એપ્રોચ રોડ બંધ કરી દીધેલ છે અને અમારી દરેક સોસાયટીના એપ્રોચ રોડ ન આપવા પડે તે રીતે બિનખેતી તથા પ્લોટીંગ કરી નાખેલ છે. આ અંગે અગાઉ કલેકટર તથા નગર નીયોજકની કચેરીને રજુઆત કરી હતી. જેમા દરેક પ્રકારના ડોક્યુમેન્ટ આપેલ હતા. છતાં પણ કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી. દરેક સોસાયટીમાં રસ્તા આપવા તથા પાણી નિકાલની વ્યવસ્થા કરાવવામાં આવે તેવી માંગ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
