[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] હાલ રાજકોટ રેંજ આઈજી આજે મોરબી ખાતે પધાર્યા હતા જીલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસનું વાર્ષિક ઇન્સ્પેકશન યોજાયું હતું જેની સાથે ક્રાઈમ કોન્ફરન્સ અને પરેડ પણ યોજવામાં આવી હતી
રાજકોટ રેંજ આઈજી અશોકકુમાર યાદવ દ્વારા આજે મોરબી જીલ્લા પોલીસના વાર્ષિક ઇન્સ્પેકશન અંતર્ગત ક્રાઈમ કોન્ફરન્સ અને પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં વર્ષ દરમિયાન બનેલ ગુનાહિત ઘટનાઓ સંબંધિત આંકડાકીય માહિતી જાણી હતી સાથે જ ડોગ સ્કવોડ, માઉન્ટેડ સ્કવોડ, બોમ્બ સ્કવોડ સહિતની ટીમોએ મોકડ્રીલ યોજી હતી જે કામગીરીનું નિરીક્ષણ રેંજ આઈજી દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ વર્ષ ૨૦૨૫ માટે પોલીસને પડકારરૂપ ગંભીર ગુનાઓ માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જેમાં સાયબર ક્રાઈમ અંગેના મુદે ચર્ચા કરવામાં આવી હતી જીલ્લામાં ટ્રાફિક સમસ્યા, મિલકત સંબંધી ગુનાઓ અને શરીર સંબંધી ગુનાઓ અંગે પણ ચર્ચા કરી આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપી હતી
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide