સ્માર્ટ મીટરના વિવાદને લઇ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે ઉર્જા મંત્રીને કરી રજૂઆત

0
1
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]  મોરબી: હાલ સ્માર્ટ મીટરમાં વધુ બીલ આવતું હોવાના વિવાદો ચાલી રહ્યા છે અને વિરોધ વંટોળ ઉઠી રહ્યો છે ત્યારે મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે ઉર્જા મંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે

ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતાએ ઉર્જા મંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવવાની બાબતે બબાલ ચાલી રહી છે ગ્રાહકોનો અવાજ એવો છે કે બીલ વધારે આવે છે અને સરકારી અધિકારીઓ લૂલો બચાવ કરી રહ્યા છે પાછલું બીલ બાકી છે માટે વધારે આવે છે જેના બીલમાં કોઈ પૈસા બાકી નથી તેવા ગ્રાહકને પણ વધારે બીલ આવે છે તેવું જાણવા મળ્યું છે જો ગ્રાહકને અસંતોષ હોય તો શા માટે સ્માર્ટ મીટર મુકવાનો આગ્રહ રાખવો જોઈએ જો કોઈપણ યોજના પ્રજાને અનુકુળ ના હોય તો ફરજીયાત સ્વીકારવાનો આગ્રહ ના કરવો જોઈએ સ્માર્ટ મીટર લગાવવા માટે પ્રથમ પ્રજા સાથે પરામર્શ અને સેમીનાર યોજીને સરકારી યોજનાને સફળ બનાવવા પ્રયત્ન કરવા જોઈએ. અધિકારી વાગ્ગે તેના ફાયદા વિશે જાણ કરવી જોઈએ તો જ સરકારી યોજના સફળ થાય, જમાદારી ઈટ૪ અમલ નો કરાય ગ્રાહકની ઈચ્છા હોય તો જ સ્માર્ટ મીટર મુકવું જોઈએ કોઈપણ યોજના ગ્રાહકો પર જોર જુલ્ક્મ કરી ઠોકી બેસાડાય નહિ સ્માર્ટ મીટર મનમાની કરી લગાવશે તે યોગ્ય ગણાઈ નહિ જેથી પ્રજાની માંગણી છે કે જે ગ્રાહક કહે ત્યાં જ સ્માર્ટ મીટર લગાવવા જોઈએ તેવી રજૂઆત કરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/