તરુણી ઉપર દુષ્કર્મ કરી હત્યા કરનાર નરાધમને આજીવન કેદ

0
164
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી સ્પે. પોકસો કોર્ટ દ્વારા 2016ની સાલના હેવાનીયતભર્યા કૃત્યના બનાવનો દાખલારૂપ ચુકાદો

મોરબી : હાલ મોરબી શહેરમાં વર્ષ 2016 દરમિયાન તરૂણી સાથે એક નરાધમે રાક્ષસોને પણ શરમાવે તેવું હેવાનીયતભર્યું દુષ્કૃત્ય આચર્યું હતું. જેમાં નરાધમેં તરૂણીને હવસનો શિકાર બનાવી દુષ્કર્મ આચર્યા બાદ પુરવા નાશ કરવા તેણીની હીંચકારી હત્યા કરી નાખી હતી. આ ધૃણાસ્પદ બનાવનો કેસ મોરબીની સ્પે .પોકસો ક્રોર્ટ ચાલી જતા કોર્ટે આ હેવાનીયતભર્યા કૃત્યના બનાવનો દાખલારૂપ ચુકાદો આપી આરોપી નરાધમને આજીવન કેદની સજા ફટાકરી છે.

આ કેસની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી શહેરી વિસ્તારમાં ગત તા.26 જુલાઈ 2016ના રોજ 15 વર્ષની દીકરી ઉપર બબલુરાય ઉર્ફે અભિમન્યુ રામસવારે બીસુના રાય નામના નરાધમેં નજર બગાડી હતી અને નરાધમે કુમળીવયની તરુણીને વાસનાનો શિકાર બનાવી તેના ઉપર કૃકર્મ આચરી પોતાનું પાપ છુપાવવા માટે તેણીનું ગળું દબાવી નિર્દયી રીતે હત્યા કરી નાખી હતી. એટલું જ નહીં એ નરાધમે તરુણીએ પહેરેલા દગીના ઉતારીને લૂંટ ચલાવી ભાગી છૂટ્યો હતો. આ બનાવ બાદ મૃતકના પરિવારજનોએ ફરિયાદ નોંધાવતા જે તે સમયે પોલીસે આરોપી નરાધમને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી. તેમજ આરોપીને કોર્ટમાં સખત સજા થાય એ માટે પોલીસે સજ્જડ પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કર્યું હતું. દરમિયાન આ કેસ આજે મોરબીની સ્પે. કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સંજયભાઈ દવેની ધારદાર દલીલો અને પુરાવાને ધ્યાને લઇ કોર્ટે આરોપીને આ કેસમાં દોષિત ઠેરવી તેને જીવે ત્યાં સુધી એટલે આજીવન કારાવાસની સજા ફટાકરી હતી.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/