મોરબીમાં તાપમાન 43 ડિગ્રી, હળવદમાં 45 ડિગ્રી !!

0
1
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : સૌરાષ્ટ્ર -ગુજરાતમાં સુરજદેવતા આગના ગોળા વરસાવી રહ્યા હોય તેવી સ્થિતિ વચ્ચે રોજે રોજ ગરમીનો પારો સેન્સેક્સની જેમ ઉંચે ચડી રહ્યો છે, શનિવારે સુરેન્દ્રનગર શહેર 45.5 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી વધુ ગરમ રહ્યું હતું,જયારે ડીસામાં 45 ડિગ્રી અને રાજકોટમાં 44.5 ડિગ્રી મહત્તમ તાપમાન રહેતા રાજકોટ માટે શનિવારે સિઝનનો સૌથી વધુ ગરમ દિવસ રહ્યો હતો.સાથે જ મોરબીમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર કરી ગયાનું ખાનગી હવામાન એજન્સીના આંકડા જણાવી રહ્યા છે અને સુરેન્દ્રનગર નજીક આવેલ હળવદમાં 45 ડિગ્રી જેવો આકરો તાપ અનુભવાયો હતો.

હવામાન વિભાગની હિટવેવની આગાહી વચ્ચે સૂરજદાદા આકાશમાંથી આગના ગોળા વરસાવી રહ્યા હોવાથી લોકો ગરમીમાં શેકાઈ રહ્યા છે. શનિવારે તો સમગ્ર રાજ્યમાં ગરમીએ હાહાકાર મચાવી દીધો હતો. શુક્રવાર બાદ શનિવારનો દિવસ પણ ગુજરાત માટે સૌથી ગરમ રહ્યો હતો, શનિવારે સુરેન્દ્રનગરમાં 45.5, ડીસામાં 45.0, અમદાવાદમાં 44.5, રાજકોટમાં 44.5, ગાંધીનગરમાં 44.5, અમરેલીમાં 43.4, વડોદરામાં 43.2, મોરબીમાં 43 ડિગ્રી, ભાવનગરમાં 41.8, ભુજમાં 44.1, પોરબંદરમાં 38.6 ડિગ્રી, સુરતમાં 39.4, કંડલામાં 37.4 મહત્તમ તાપમાન નોંધાયું હતું, સાથે જ રાજકોટ માટે શનિવારનો દિવસ સૌથી વધુ ગરમ રહ્યો હતો.આ અગાઉ વર્ષ 1990માં રાજકોટમાં 47 ડિગ્રી અને 2019માં 46.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/