મોરબીના રવાપર રોડ ઉપર આવેલ પૂનમ સિલેક્શનમાં ચોરી કરનાર મહિલા સીસીટીવીમાં કેદ થઈ !!
મોરબી : હાલ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ પૂનમ સિલેક્શન કપડાંની દુકાનમાં ગઈકાલે ચોરીની ઘટના સામે આવી હતી.જેમાં કપડાની ખરીદીના બહાને આવેલી મહિલાએ વેપારીની નજર ચૂકવી સિફતપૂર્વક ચોરીના બનાવને અજામ આપ્યો હતો. આ ચોરી કરનાર મહિલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.
મોરબીના રવાપર રોડ ઉપર મહાબલી હનુમાનજી મંદિર સામે આવેલ પૂનમ સિલેક્શન નામની ચિલ્ડ્રનવેર અને જીયાણાની ચીજવસ્તુઓની દુકાન ધરાવતા વેપારી નવીનભાઈ પરમારે આ ચોરીની ઘટનાની વિગતો આપતા જણાવ્યું હતું કે, તેઓએ ગઈકાલે પોતાની દુકાને હતા. ત્યારે એક મહિલા છોકરાના કપડાની ખરીદી માટે આવી હતી. આથી તેઓએ કપડાં બતાવ્યા હતા અને એ મહિલા કપડાં પસંદ કરતી હતી.તે વખતે અન્ય ગ્રાહક આવતા વેપારી તેઓને કપડાં બતાવવામાં વ્યસ્ત હતા. તે તકનો લાભ લઈને વેપારીની નજર ચૂકવી મહિલાએ બે જોડી કપડાં સંતાડીને રફુચક્કર થઈ ગઈ હતી.બાદમાં વેપારીએ બધા કપડાં ભેગા કરતા હતા.ત્યારે બે જોડી કપડાં ઘટતાં દુકાનના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. જેમાં એ મહિલા સિફતપૂર્વક બે જોડી કપડાં સંતાડીને ચોરી કરીને લઈ જતી જોવા મળી હતી. આથી આ ઘટના પ્રકાશમાં આવતા અન્ય વેપારીઓ પણ આવી મહિલની કરબતનો શિકાર ન બને તે માટે તેઓએ સાવધાન રહેવાની અપીલ કરી છે. સાથેસાથે કપડાં ખરીદીના બહાને ચોરી કરતી આવી ગેંગ સામે પોલીસ કાર્યવાહી કરે તેવી પણ માંગ કરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide