થર્ટી ફર્સ્ટે કુલ 18 ડમ ડમ હાલતમાં પકડાયા, દારૂના જથ્થા સાથે 37 ઝડપાયા

0
32
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : મોરબી જિલ્લામાં થર્ટી ફર્સ્ટને લઈને પોલીસે હાથ ધરેલા સઘન ચેકીંગમાં ૧૮ પીધેલા પકડાયા હતા. જ્યારે દારૂ સાથે પકડાયાના ૩૭ કેસ કર્યા હતા. આ ઉપરાંત ૭ વાહનો ડિટેઇન કર્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર થર્ટી ફર્સ્ટે રાત્રીના નવા વર્ષની ઉજવણી નિમીતે લોકો દ્વારા રાત્રીના મોડે સુધી હોટેલો, ફાર્મહાઉસ, કલબો, પ્રાઇવેટ પાર્ટી પ્લોટ જેવા સ્થળોએ ડાન્સ ડીનર પાર્ટીના કાર્યક્રમો યોજાતા હોય તેમાં યુવક યુવતિઓ નશીલા પદાર્થોનું સેવન કરી આવતા હોય સામાન્ય બોલાચાલીના કારણે મારામારીના તથા યુવતિઓની છેડતી જેવા ગંભીર પ્રકારના બનાવ બનતા હોય છે. આવા કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે માટે મોરબી જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનની કુલ-૧૩ જેટલી ટીમો બનાવી, મહિલા સુરક્ષાને ધ્યાને રાખી સી-ટીમ તથા ટ્રાફીક વ્યવસ્થા જાળવણી સારૂ ટ્રાફીકની અલગ ટીમ બનાવી કુલ-૧૫ જેટલી ટીમો કાર્યરત કરી હતી. તેમાં કુલ નાયબ પોલીસ અધિક્ષક-૨ પોલીસ ઇન્સ્પેક્ટર-૧૪, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ૨૭, પોલીસ કર્મચારી તથા હોમગાર્ડ, જી.આર.ડી. સહિત ૬૦૦ જવાનોની ફાળવણી કરી આ કોમ્બીંગ નાઇટ દરમિયાન મોરબી જીલ્લા પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં પોલીસે દારૂની પ્રવૃત્તિ સાથે સંકડાયેલ ૭૨ ઇસમોને તેમજ શંકાસ્પદ જણાતા ૧૧૦ ઇસમોને ચેક કર્યા હતા. ૨૪ ફાર્મ હાઉસ, ૩૩ ગેસ્ટ હાઉસ, ૬૮૫ શંકાસ્પદ વાહનો અને ૪૪ હોટેલ ચેક કરી હતી. આ દરમિયાન પ્રોહીબિશનના ૩૭ કેસ કર્યા હતા. દારૂ પીધેલી હાલતમાં ૧૮ ઇસમોને ઝડપયા હતા. MVA-૨૦૭ મુજબ ૭ વાહન ડીટેઇન કર્યા હતા. ઉપરાંત સ્થળ ઉપર રૂ.૧૪૭૦૦/-નો દંડ ફટકાર્યો હતો.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/