રાજકોટ: પડધરીના રાદડ ગામે ઘરમાં ઘુસી દંપતિ સહિત ત્રણને પાંચ શખ્‍સોએ મારમાર્યો

0
1
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

રાજકોટ: હાલ પડધરીના રાદડ ગામે જમીન વેચાણમાં તમે વચ્‍ચેથી રૂપિયા ખાધા છે તેવુ કહેનાર દંપતિના ઘરમાં ઘુસી પ શખ્‍સોએ મારમારતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

ગ્રામ્‍ય વિગતો મુજબ સેજલબા ગંભીરસિંહ જાડેજા રે. વડવાજડી ગામ મુળ ગામ રાદડએ બાબભા ધીરૂભા જાડેજા, સહદેવસિંહ લખુભા જાડેજા, વિજયસિંહ બાબભા જાડેજા, પ્રતિકસિંહ સહદેવસિંહ જાડેજા તથા યુવરાજસિંહ ટેમભા જાડેજા રે. રાદડ તા. પડધરી સામે પડધરી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ફરીયાદીના પતિની જમીન દારડ ગામે આવેલ હતી અને તે જમીન વેચેલ ત્‍યારે આરોપી સહદેવસિંહ વચ્‍ચે હતા જેની ફરીયાદીના પતિએ પુછેલ કે જમીન વેચાણમાં વચ્‍ચેથી તમોએ રૂપિયા ખાધા છે તેવુ કહેતા આરોપીઓને સારૂ ન લાગતા આરોપીઓએ સાહેદ કનકસિંહને ફડાકો માર્યો હતો તેમજ ગંભીરસિંહને ઢીકાપાટુનો માર મારતા વચ્‍ચે છોડાવવા પડેલ ફરીયાદીને પણ માર માર્યો હતો. ત્‍યારબાદ આરોપીઓએ ફરીયાદીના ઘરના ડેલામાં પાટા મારી ડેલો ટપી ફરીયાદીના ઘરમાં ઘુસી ફરીયાદીના પતિ ગંભીરસિંહેને ઢીકાપાટુનો મારમારી પતાવી દેવાની ધમકી આપી હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/