[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : આજે મોરબીમાં થર્ટી ફર્સ્ટને લઈને આજે પોલીસ એક્શન મોડમાં રહેશે. જિલ્લામાં 18થી વધુ જગ્યાએ નાકાબંધી ગોઠવી ચુસ્ત બંદોબસ્ત ગોઠવશે તેવું જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું છે.
જિલ્લા પોલીસ વડાના જણાવ્યા અનુસાર આજે થર્ટી ફર્સ્ટ છે. જે કોઈ લોકો અસામાજિક પ્રવૃત્તિ કે તોફાન કરતા હોય છાંટકા બન્યા હોય તેની સામે કડક એક્શન લેવામાં આવશે. જિલ્લામાં 18થી વધુ જગ્યાએ નાકાબંધી કરવામાં આવશે. પોલીસ, હેડ ક્વાર્ટર, એસઓજી, એલસીબી, સ્ટાફ કામગીરીમાં જોડાશે. એક ડીવાયએસપીની આગેવાનીમાં 10 પીઆઇ, 28 પીએસઆઈ, હોમગાર્ડ જીઆરડી સહિત 600 જેટલો સ્ટાફ ફરજમાં રહેશે. આમ આજે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા તમામ પ્રકારનું આયોજન નક્કી કરી લેવામાં આવ્યું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide