મોરબીના ટીંબડી ગામે રહેણાક હેતુ માટેના પ્લોટોમાં શરતભંગ કરીને ખડકી દીધું શોપિંગ સેન્ટર!: દંડ વસૂલવા કલેકટરે કરેલ આદેશનું સૂરસૂરિયું

0
7
/

મોરબીના ટીંબડી ગામે રહેણાક હેતુ માટેના પ્લોટોમાં શરતભંગ કરીને ખડકી દીધું શોપિંગ સેન્ટર!: દંડ વસૂલવા કલેકટરે કરેલ આદેશનું સૂરસૂરિયું

મોરબીના ટીંબડી ગામે રહેણાકના હેતુ માટે બિનખેતી કરવામાં આવેલ પ્લોટ ઉપર કોમર્શિયલ બાંધકામ કરીને ભાજપના માજી પ્રમુખ સહિતનાઓ દ્વારા શોપિંગ સેન્ટર ઊભું કરી નાખવામાં આવ્યું છે જેથી કરીને વર્ષ ૨૦૨૪ જૂન મહિનાથી સ્થાનિક રહેવાસી દ્વારા મામલતદાર, પ્રાંત અધિકારી, ડીડીઓ, કલેક્ટર સુધી ગેરકાયદે બાંધકામ દૂર કરવા માટેની અરજીઓ કરવામાં આવેલ છે અને તેને ધ્યાને લઈને ટીંબડી ગામના સ.નં. ૬ પૈકીની રહેણાંક હેતુની બિનખેતી હુકમ વાળી જમીન ઉપર કોર્મશીયલ હેતુનું બાંધકામ કરવામાં આવ્યું છે જેથી શરતભંગ પણ કરવામાં આવેલ છે અને કલેક્ટર દ્વારા દંડ વસૂલ કરવા માટેનો ૨૦૨૫ના મે માહિનામાં આદેશ પણ કરવામાં આવેલ છે અને ૩૦ જ દિવસમાં દંડની વસૂલાત કરીને સ્થાનિક સ્વરાજની સંસ્થાનાને નિયમ વિરુદ્ધના બાંધકામ સામે કાર્યવાહી કરવા માટેનો હુકમ કરેલ છે. તો પણ સ્થાનિક અધિકારીઓ દ્વારા તેની અમલવારી કેમ કરવામાં આવતી નથી તે સહુથી મોટો સવાલ છે.

મોરબી તાલુકાનાં ટીંબડી ગામે રહેતા કિરીટભાઈ લાલજીભાઈ વડસોલાએ તા ૩/૬/૨૪ ના રોજ ડીડીઓ અને તા ૨૬/૬/૨૪ ના રોજ કલેકટરમાં અરજી કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, મોરબી તાલુકાના ટીંબડી ગામના સર્વે નં. ૬ પૈકી વાળી જમીન નળીયા ઉદ્યોગ માટે બિનખેતી કરવામાં આવી હતી ત્યાર બાદ રહેણાંક હેતુ માટે રિવાઇઝ્ડ બિન ખેતી કરવામાં આવી હતી જો કે, રહેણાક હેતુ માટે બીનખેતી હુકમ કરવામાં આવેલ હતો ત્યાર હાલમાં અમુક પ્લોટ ઉપર કોર્મશીયલ હેતુનું બાંધકામ કરવામાં આવ્યું છે અને શોપિંગ સેન્ટર ઊભૂ કરી નાખવામાં આવ્યું છે.

જેથી કરીને બિનખેતી હેતુ ફેરની શરતનો ભંગ કર્યો હોવાથી ગેરકાયદે બાંધકામ કરનારા ટંકારા તાલુકા ભાજપના માજી પ્રમુખ કિરીટભાઈ શીવલાલ અંદરપા તથા મહાદેવજીભાઈ મુળજીભાઈ સાદરીયા દ્વારા બનાવવામાં આવેલ શોપિંગ સેન્ટર દૂર કરવા માટેની રજૂઆત કરી હતી જેને ધ્યાને લઈને અગાઉ મામલતદાર તેમજ પ્રાંત અધિકારીએ શરતભંગ કરેલ છે અને કલેક્ટર દ્વારા દંડ પણ કરવામાં આવેલ છે. તેમ છતાં પણ દંડની વસૂલાત હજુ સુધી કરવામાં આવેલ નથી અને ગેરકાયદે બાંધકામને તોડી પાડવામાં આવ્યું નથી.

વધુમાં કિરીટભાઈ લાલજીભાઈ વડસોલાએ જણાવ્યુ હતું કે, કલેકટરે શરતભંગ કારનારા ૬ પ્લોટના ધરોકોને તા ૨૭/૫/૨૫ ના રોજ છેલ્લા ૭ વર્ષનો ૪૦ પટ્ટ મુજબનો દંડ કર્યો હતો અને વેરા સહિતની વસૂલાત કરીને તેની જાણ કરવા માટેનો આદેશ કર્યો હતો અને સ્થાનીક સ્વરાજની સંસ્થાને નિયમ વિરુદ્ધના બાંધકામ સામે આગળથી કાર્યવાહી કરવા માટેનો ઓર્ડર કર્યો છે જો કે, આજની તારીખે દંડની વસૂલાત કરવામાં આવેલ નથી અને ગેરકાયદે બાંધકામ તોડવામાં આવ્યું નથી વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, કલેકટરે દંડ માટેનો અને ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી કરવાનો ઓર્ડર કરી દીધેલ છે તો પણ સ્થાનિક અધિકારીઓએ દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી તે સૌથી મોટો સવાલ છે

અત્રે ઉલેખનીય છે કે, કિરીટભાઈ લાલજીભાઈ વડસોલા કરેલ અરજીના આધારે શરતભંગ સહિતની કાર્યવાહી કરવા માટે આદેશ કરવામાં આવેલ છે તેને અધિકારીઓએ ધ્યાને લેતા નથી અને જેમના દ્વારા ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે તેઓએ રહેણાકમાંથી કોમર્શિયલ હેતુ માટે બિનખેતીમાં ફેરફાર કરવા માટે અરજી કરેલ છે જો કે, તેની સામે પણ કિરીટભાઈ લાલજીભાઈ વડસોલાએ વાંઘા અરજી કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, કિરીટભાઈ શીવલાલ અંદરપા તથા મહાદેવજીભાઈ મુળજીભાઈ સાદરીયાએ રહેણાંક હેતુની જગ્યા ઉપર કોર્મશીયલ હેતુનું બાંધકામ કરવામાં આવેલ છે અને ત્યાર બાદ હેતુફેર માટે અરજી કરેલ છે. જો કે, તે પહેલા જ હેતુફેર શરતભંગનો હુકમ થયેલ છે. અને સામેવાળાએ રહેણાંકની જમીન કોર્મશીયલમાં ફેરવ્યા વગર, પરવાનગી વગર કોર્મશીયલ બાંધકામ કરી નાખ્યું છે. અને કલેક્ટર દ્વારા કરવામાં આવેલ આદેશનું પાલન કેમ કરવામાં આવતું નથી. તેની પણ તપાસ કરવામાં આવે તે જરૂરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/