ખોડિયાર માતાજી વિષે ટિપ્પણી કરનાર બ્રહ્મસ્વરૂપ સ્વામી માફી માંગે : મોરબીમાં આવેદન

0
159
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી બ્રહ્મસ્વરૂપદાસ દ્વારા ખોડિયાર માતાજી વિશે ભક્તોની અસ્થાને ઠેસ પહોંચે તેવી ટિપ્પણી કરતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખોડિયાર માતાજીના ભક્તોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે આજે ખોડીયાર ધામના માટેલ નાં મહંત અને ભક્તો દ્વારા મોરબી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી દસ દિવસમાં બ્રહ્મસ્વરૂપદાસ દ્વારા માફી માંગતો વિડીયો પ્રસિદ્ધ કરવા અન્યથા ફોજદારી પગલાં ભરવા માંગ કરી છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપ સ્વામી દ્વારા રાજરાજેશ્વરી માતા ખોડીયાર માતાજી વિશેની ટિપ્પણી કરતા અનેક સમજના કુળદેવી એવા ખોડિયાર માતાજીના ભક્તોની લાગણી દુભાઈ છે બીજી તરફ આજે વિશ્વપ્રસિદ્ધ માટેલ ખોડીયાર માતાજી મંદિરનાં પૂજારી ચેતનબાપુની આગેવાનીમા મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે વિશાળ ભક્તજનોની હાજરી વચ્ચે રાજ્યપાલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવાયું છે કે રાજરાજેશ્વરી માતા ખોડિયાર માતા વિષે ટિપ્પણી કરી સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી બ્રહ્મસ્વરુપ દાસે સેંકડો માઇભક્તોના દિલ દુભાવ્યા છે, જેથી આગામી દસ દિવસમાં બ્રહ્મસ્વરુપ દાસ માતાજીની માફી માંગતો વિડીયો પ્રસારિત કરે અન્યથા ફોજદારી રાહે ફરિયાદ કરવામાં આવશે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/