મોરબીમાં શહીદ પરિવારોને મદદરૂપ થવા અજય લોરિયા દ્વારા ફંડ એકત્રિતકરણ શરૂ

0
65
/
બે દિવસ સુધી શહીદ પરિવારો માટે ફંડ એકત્ર કરી રૂબરૂ પહોંચાડાશે

મોરબી : હાલ જમ્મુ કાશ્મીરમાં વીરગતિ પામેલા ભારતીય સેનાના વીર સપૂતોના પરિવારોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે મોરબીમાં સંવેદનાના પુર ઉમટ્યા છે અને આજથી મોરબીમાં શહીદ પરિવારોને મદદરૂપ થવા ફંડ એકત્રિતકરણ શરૂ કરવામાં આવ્યું છે. બે દિવસ સુધી શહીદ પરિવારો માટે ફંડ એકત્ર કરી રૂબરૂ પહોંચાડાશે

જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા ભારત માતાના વીર સપૂતોના પરિવારોના જીવનનિર્વાહ માટે મદદરૂપ થવા મોરબીના સેવાભાવી અજય લોરીયા અને તેમની ટીમ આગળ આવી છે. આ યુવાનોની ટીમ દ્વારા શહેરના મુખ્ય વિસ્તારમાં છવાણી નાખીને ફંડ એકત્રિતકરણ શરૂ કરવામાં આવ્યું છે અને રસ્તા ઉપર ઉભા રહીને લોકો પાસેથી ફાળો એકત્ર કરવામાં આવી રહ્યો છે. આજથી બે દિવસ સુધી આ રીતે શહીદ પરિવારો માટે ફંડ એકઠું કરવામાં આવશે. આ તકે રાજયમંત્રી બ્રિજેશ મેરજા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા સહિતના અગ્રણીઓના હસ્તે ફંડ અકત્રીકરણ શરૂ કરવામાં આવ્યું છે અને બે દિવસ સુધી ફંડ એકત્ર કરી શહીદ પરિવારોને પહોંચાડવામાં આવશે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/