ટંકારાના યુવાન ખેડૂતને ઊંઘમાં ને ઊંઘમાં હાર્ટ એટેક આવતા મૃત્યુ

0
59
/

મોરબીના ટંકારા તાલુકાના નાના એવા નેકનામ ગામમાં આશાસ્પદ યુવાનનું મૃત્યુ થતા ચાર વર્ષના બાળકે પિતાની છત્રછાયા ગુમાવી 

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : ગતરાત્રીના ટંકારા તાલુકના નાના એવા નેકનામ ગામે ખેતી કરતા આશાસ્પદ યુવાનને ઊંઘમાંને ઊંઘમાં હાર્ટ એટેક આવી જતા નાના એવા ગામમાં શોક સાથે ગમગીની છવાઈ છે, આ આશાસ્પદ યુવાનના અચાનક મૃત્યુથી કુટુંબે મુખ્ય આધારસ્તમ્ભ ગુમાવ્યો છે તો નાના એવા ચાર વર્ષના આદિ નામના બાળકે પિતાની છત્રછાયા ગુમાવી છે.

ટંકારા તાલુકાના નેકનામ ગામે ગઈકાલે રાત્રીના સુતા બાદ નવીનભાઈ કેશવજીભાઇ ચિકાણી ઉ.33 નામના આશાસ્પદ યુવાન સવારે નહીં જાગતા ચીકાણી પરિવારમાં કાળો કલ્પાંત છવાઈ ગયો હતો. તેમના નિકટતમ સ્નેહીજનોના જણાવ્યા મુજબ નવીનભાઈ કેશવજીભાઇ ચિકાણીધોરણ-12 સુધી અભ્યાસ કર્યા બાદ ખેતીકાર્ય કરતા હતા અને સંપૂર્ણ નિરોગી હતા. ગતરાત્રીના સુતા બાદ સવારે નહીં જાગતા તેમને પડધરી હોસ્પિટલ ખસેડવામાં આવતા તબીબે ઊંઘમાં જ પાંચથી છ કલાક પૂર્વે હાર્ટ એટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હોવાનું જણાવ્યું હતું.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/