આજે ટંકારામાં બે કલાકમાં બે ઈંચ વરસાદ

0
42
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : આજે મોરબી જિલ્લા આજે મેઘરાજા ટંકારા પર વધુ મહેરબાન થયા હતા અને મેઘરાજાએ ભુક્કા કાઢ્યા હોય એમ બે કલાકમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. આ સિવાય જિલ્લામાં ક્યાંય નોંધપાત્ર વરસાદ પડ્યો ન હતો. માત્ર ઝાપટા જ વરસ્યા હતા.

મોરબી જિલ્લામાં આજે સવારથી મેઘાડંબર છવાયું છે. જો કે આજે સવારથી ધુપછાવ વચ્ચે મોરબીમાં માત્ર ઝરમર ઝરમર વરસાદ વરસ્યો હતો. પણ જિલ્લામાં સૌથી વધુ મેઘકૃપા ટંકારામાં વરસી હતી અને બપોરે 2 વાગ્યાથી મેઘરાજા દે ધનાધનની માફક તૂટી પડ્યા હતા. મેઘરાજાની આક્રમક બેટીંગથી ટંકારા પંથકમાં ચારેકોર પાણી પાણી થઈ ગયું હતું અને ઠેરઠેર પાણી ભરાયા હતા. જિલ્લા કંટ્રોલ રૂમમાંથી વરસાદના મળેલા સતાવાર આંકડા મુજબ આજે બપોરે 2થી 4 દરમિયાન ટંકારામાં 54મીમી એટલે બે ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે માળીયામાં આજે બપોરના 4 વાગ્યા સુધીમાં 8 મીમી વરસાદ પડ્યો હતો. આ સિવાય ત્રણેય તાલુકામાં માત્ર હળવાથી ભારે ઝાપટા પડ્યા હતા.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/